JUNAGADHKESHOD

કેશોદના આહિર અગ્રણીઓ એ ડીવાયએસપી એસડીએમ ને આવેદનપત્ર આપ્યું,ત્રણેક દિવસથી મઘરવાડા ગામે ચાલતાં વિવાદમાં ન્યાયિક તપાસ કરવા માંગણી કરી

કેશોદના આહિર અગ્રણીઓ એ ડીવાયએસપી એસડીએમ ને આવેદનપત્ર આપ્યું,ત્રણેક દિવસથી મઘરવાડા ગામે ચાલતાં વિવાદમાં ન્યાયિક તપાસ કરવા માંગણી કરી

કેશોદના મઘરવાડા ગામે છેલ્લાં ત્રણેક દિવસથી ચાલતાં વિવાદમાં ન્યાયિક તપાસ કરવાની માંગણી સાથે આહિર અગ્રણીઓ સાથે મઘરવાડા ગામનાં રહીશોએ ડીવાયએસપી કચેરી અને નાયબ કલેકટર કચેરી ખાતે પહોંચી લેખિતમાં આવેદનપત્ર આપ્યું હતું. કેશોદના મઘરવાડા ગામે એક વ્યક્તિ પર ખોટાં આક્ષેપો કરી ગુનો દાખલ કરવામાં આવેલ છે તે બાબતે નિષ્ઠાપૂર્વક તપાસ કરવામાં આવે અને બે જ્ઞાતિ સમાજ વચ્ચે બે પાંચ આવારા તત્વોનાં કારણે વૈમનસ્ય ફેલાઈ નહીં એ બાબતે રજુઆત કરી હતી. કેશોદના આહિર અગ્રણીઓ મેઘાભાઈ સિંહાર, ગોવિંદભાઈ મ્યાત્રા, રાજુભાઈ બોદર, કરણભાઈ જલુ, જે એલ હેરભા, હિતેશભાઈ ડાંગર સહિત આગેવાનો એ ડીવાયએસપી બી સી ઠક્કર અને નાયબ કલેકટર કિશન ગરચર ને આવેદનપત્ર આપી રજુઆત કરી હતી. કેશોદના મઘરવાડા ગામનાં રહીશો અને આહિર અગ્રણીઓ દ્વારા આવેદનપત્રમાં ન્યાય નહીં મળે તો નાછુટકે ગાંધીચીધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી આપી હતી.

 

રિપોર્ટ : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

 

Back to top button
error: Content is protected !!