મહિલાઓ માટે યોજાઇ જાગૃતિ શિબિર
*જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા મહિલાઓ માટે જાગૃતિલક્ષી કાર્યક્રમ યોજાયો*
*જામનગર (નયના દવે)
જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી દ્વારા ”આંતરરાષ્ટ્રીય વિધવા દિવસ” નિમિત્તે મહિલાઓ માટે જાગૃતિલક્ષી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સરકારશ્રી દ્વારા અમલમાં મુકવામાં આવેલી ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજના, ગંગાસ્વરૂપા પુન: લગ્ન સહાય યોજના, મહિલા સ્વાવલંબન માટેની યોજનાઓ, વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર વગેરેની માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમના અંતે મહિલાઓને આઈ.સી. મટીરીયલ આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ડીસ્ટ્રીક હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમન માંથી મિશન કો-ઓર્ડીનેટર અલ્પાબેન રાઠોડ, જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરીના કર્મચારીગણ અને લાભાર્થીઓ હાજર રહ્યા હતા. તેમ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
*000000*