GUJARATIDARSABARKANTHA
આરએફઓ જયેન્દ્રસિંહ વાઘેલા અને વન કર્મીઓ દ્વારા વિજયનગરના જંગલોમાં સ્વાતંત્ર્ય પર્વની પૂર્વે “પ્રકૃતિના ખોળે તિરંગો લહેરાવાયો”:
આરએફઓ જયેન્દ્રસિંહ વાઘેલા અને વન કર્મીઓ દ્વારા વિજયનગરના જંગલોમાં સ્વાતંત્ર્ય પર્વની પૂર્વે “પ્રકૃતિના ખોળે તિરંગો લહેરાવાયો”:
વિજયનગર તાલુકાના જંગલોમાં હર ઘર તિરંગા” કાર્યક્રમના અંતર્ગત આગામી ૧૫મી ઓગસ્ટ-૨૦૨૪ ,સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે ધોલવાણી રેન્જના સ્ટાફ દ્વારા રેન્જ કચેરી ખાતે અને ધોલવાણી રેન્જના સમૃદ્ધ જંગલ વિસ્તારમાં પ્રકૃતિના ખોળે તિરંગો તિરંગો લહેરાવી ” હર ઘર તિરંગા” કાર્યક્રમની ઉજવણી કરી હતી જેમાં વન અધિકારી જયેન્દ્રસિંહ વાઘેલા અને એમની રેન્જના વન કર્મીઓએ ભાગ લીધો હતો.જો કે ચોફેર પ્રગટેલા પ્રાકૃતિક નજારા વચ્ચે રાષ્ટ્રની આન, બાન, શાન સમા તિરંગા લહેરાવાતા વન વિસ્તારમાં રાષ્ટ્ર ભક્તિનો અનેરો માહોલ પ્રગટ્યો હતો.
જયંતિ પરમાર સાબરકાંઠા