ખેડબ્રહ્મા સ્ટેશન (ચંચળ બા ) પ્રાથમિક શાળા ખાતે વય નિવૃત કાર્યક્રમ યોજાયો
અહેવાલ:- પ્રતિક ભોઈ
ખેડબ્રહ્મા સ્ટેશન (ચંચળ બા ) પ્રાથમિક શાળા ખાતે વય નિવૃત કાર્યક્રમ યોજાયો
ખેડબ્રહ્મા ખાતે ચંચળ બા પ્રાથમિક શાળા માં નોકરી દરમિયાન નિવૃત્ત થતા શ્રી તારાબેન નારાભાઈ પટેલ નો વય નિવૃત્તિ સન્માન કાર્યક્રમ સાબરકાંઠા જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન માનનીય શ્રી હિમાંશુભાઈ નીનામા સાહેબની અધ્યક્ષતામાં યોજાયો અતિથિ વિશેષ તરીકે પરમવંદનીય મહંત શ્રી શામળગીરી મહારાજ માણેકનાથ આશ્રમ શ્યામનગર ની પ્રેરક ઉપસ્થિતિ રહી.. આ પ્રસંગે સુમિતભાઈ રાવલ નગરપાલિકા સદસ્ય પિયુષભાઈ જોષી સાહેબ બીઆરસી કો ઓર્ડીનેટર ખેડબ્રહ્મા, નીલમબેન રાવલ સી.આર.સી સ્ટેશન, હરેશભાઈ પ્રજાપતિ એસએમસી અધ્યક્ષ સૌ એસએમસી સભ્યો નિવૃત્ત થતા તારાબેન પટેલ અને તેમનો સમગ્ર પરિવાર તથા સ્ટેશન પ્રાથમિક શાળા પરિવાર સાથે આનંદમય રીતે યોજાયો…
આ પ્રસંગે માનનીય ચેરમેન સાહેબશ્રી એ નિવૃત્ત થતા બેન શ્રી ને શુભેચ્છાઓ સાથે બાળકો અને શાળા પરિવારને પ્રેરક ઉદબોધન કર્યું તો ઉપસ્થિત વંદનીય શામળગીરી મહારાજે બાળકોમાં સારા સંસ્કારોનું સિંચન થાય અને નિવૃત્ત થઈ રહેલ બેન શ્રી નું સ્વાસ્થ્ય સારું જળવાય તેવા સુભાષીષ આપ્યા નિવૃત થતા તારાબેન તરફથી બાળકોની તિથિ ભોજન આપવામાં આવ્યું સાથે જ શાળાને રૂપિયા 25000/- નો ચેક અર્પણ કરવામાં આવ્યો શાળા પરિવાર દ્વારા તારાબેન તેમના પરિવારજનો અને ઉપસ્થિત મહેમાનોનો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ચંચળ બા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી સુરેશભાઈ પટેલે જહેમત ઉઠાવી હતી