વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા ખાતે PSI ક્વાર્ટરની અંદરથી દુર્લભ પ્રજાતિનાં ખડચિતરો સાપનું બચ્ચુ મળી આવ્યુ હતુ.ત્યારે સ્થળ પરથી આ સાપના બચ્ચાને બહાર રોડ ઉપર લાવવામાં આવ્યો હતો. જે બાદ સાપુતારા પોલીસ મથકનાં પી.એસ.આઈ.એન.ઝેડ.ભોયા દ્વારા આ દુર્લભ પ્રજાતિનો ખડચીતરો ( રસલ વાઇપર )સાપનાં બચ્ચાનું રેસ્ક્યુ કરવામાં આવ્યુ હતુ.અને સહી સલામત રીતે આ સાપના બચ્ચાને સાપુતારા ઘાટ માર્ગનાં જંગલમાં છોડવામાં આવ્યો હતો..