WAKANER:વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા જુગારના અલગ અલગ ચાર દરોડામાં ૧૩ પડતા પ્રેમીઓ ઝડપાયા
WAKANER:વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા જુગારના અલગ અલગ ચાર દરોડામાં ૧૩ પડતા પ્રેમીઓ ઝડપાયા
વાંકાનેર સીટી પોલીસ ટીમે કેરાળા ગામે નવાપરમાં ખુલ્લા પટમાં રેડ કરી હતી જાહેરમાં જુગાર રમતા રાજેશ મશરૂભાઈ મકવાણા, જીવણ કુકાભાઈ વાડવેલીયા અને સંજય વરસિંગભાઈ વાડવેલીયા ત્રણ ને ઝડપી લઈને રોકડ રૂ ૧૭,૧૫૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
વાંકાનેરના અમરસર ગામે ભરવાડપરાના ચોકમાં જુગાર રમતા બે ઝડપાયા અમરસર ગામે ભરવાડપરા ચોકમાં જાહેરમાં જુગાર રમતા બે જુગારીને ઝડપી લઈને પોલીસે રોકડ રકમ, મોબાઈલ સહીતનો મુદામાલ જપ્ત કર્યો છે
વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન અમરસર ગામે રેડ કરી હતી જાહેરમાં જુગાર રમતા જયપાલ સુખાભાઈ ગમારા અને મહિપાલ ભાયાભાઈ ગમારા એમ બેને ઝડપી લઈને રોકડ રૂ ૨૨૫૦ તેમજ બે મોબાઈલ કીમત ૧૦,૦૦૦ સહીત કુલ રૂ ૧૨,૨૫૦ નો મુદામાલ જપ્ત કર્યો છે
વાંકાનેરના હસનપર ગામે જાહેરમાં જુગાર રમતી ત્રિપુટી ઝડપાઈ હસનપર ગામે ચામુંડા માતાજીના મંદિર પાસે જાહેરમાં જુગાર રમતી ત્રિપુટી ને ઝડપી લઈને પોલીસે રોકડ રકમ જપ્ત કરી છે
વાંકાનેર સીટી પોલીસ ટીમે હસનપર ગામે ચામુંડા માતાજી મંદિર પાસે રેડ કરી હતી જાહેરમાં જુગાર રમતા સંજય ધીરૂભાઈ પરસાડીયા, નીલેશ રમેશભાઈ મકવાણા અને ઉદય મુકેશભાઈ બારૈયા એમ ત્રણને ઝડપી લઈને રોકડ રૂ ૨૪૦૦ જપ્ત કરી છે
વાંકાનેરના નવા રાજાવડલા ગામે જુગાર રમતા પાંચ ઝડપાયા નવા રાજાવડલા ગામે જાહેરમાં જુગાર રમતા પાંચને ઝડપી લઈને પોલીસે રોકડ રૂ ૧૨,૨૪૦ જપ્ત કરી છે વાંકાનેર સીટી પોલીસ ટીમે નવા રાજાવડલા ગામે રેડ કરી હતી ખુલ્લા ચોકમાં જુગાર રમતા ગોરધન છગન દેત્રોજા, દિનેશ કાળુભાઈ દેત્રોજા, કિશોર નરશીભાઈ ડેડાણીયા, મોનાભાઈ રાઘવભાઈ ગમારા અને વિમલ કાંતિભાઈ ડેડાણીયા એમ પાંચને ઝડપી લઈને રોકડ રૂ ૧૨,૨૪૦ જપ્ત કરી છે