તા.૦૬.૦૮.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:181 અભયમ મહિલા હેલ્પલાઇન દાહોદ દ્વારા 23 વર્ષીય દીકરી સહી સલામત માતાપિતાને સોંપવામાં આવી
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકા નજીક એક 23 વર્ષીય મહિલા બિન વારસી હાલતમાં જોવા મળતા ત્યાંના જાગૃત નાગરિક દ્વારા 181 અભયમ મહિલા હેલ્પલાઇન પર ફોન કરીને જાણ કરતાં 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ દાહોદ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયેલ અને આ મહિલા જોડે વાતચીત કરતાં પોતાનો પરિચય કરાવતા તેમના ગામના સરપંચનો ટેલિફોનીક સંપર્ક કરી પીડિતાના ભાઈનો કોન્ટેક્ટ નંબર મેળવી આ બિન વારસી મહિલા વિશે જણાવતા તેઓએ પણ ભાઈ બહેનનો પરિચય આપતા આ મહિલાને તેઓના માતા પિતા જોડે સહીસલામત પહોંચાડી માતા પિતા જોડે ટીમ દ્વારા વાતચીત કરતાં તેઓએ જણાવેલ કે તેઓ થોડા અંશે માનસિક અસ્થિર હોવાના કારણે આવી રીતે ઘરે કહ્યા વિના નીકળી જાય છે અને તેની દવા પણ ચાલે છે તેમ જણાવતા 181 અભયમ ટીમ દ્વારા દીકરીની દેખ રેખ રાખવા જણાવી નિઃશુલ્ક માનસિક સારવાર હોસ્પિટલ વિશે માર્ગદર્શન આપી દિકરી અને માતા પિતાના આધારપુરવાની ખરાઇ કરી નિવેદન લઈ દિકરી સહીસલામત માતાપિતાને સોંપતા માતા પિતા દ્વારા 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમનો આભાર વ્યક્ત કરેલ.