GUJARATJETPURRAJKOT

Rajkot: કલેકટરશ્રીની ઉપસ્થિતિમાં જૂની કલેકટર કચેરી ખાતે રક્તદાન કેમ્પ યોજાયો

તા.૧૪/૬/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

સ્વસ્થ વ્યક્તિએ નિર્ભિકપણે રક્તદાન કરી અમૂલ્ય જીવ બચાવવામાં મદદ કરવી જોઈએ – કલેકટરશ્રી પ્રભવ જોષી

Rajkot: બીમાર અને જરૂરિયાતમંદ વ્યક્તિને જરૂરી લોહી માત્ર માનવ શરીરમાં જ બને છે. આ અમૂલ્ય લોહીનું દાન કરી આપણે અનેક લોકોની જિંદગી બચાવી શકીએ છીએ. આજરોજ ‘‘વિશ્વ રક્તદાતા દિવસ’’ નિમિત્તે પ્રાંત કચેરી ખાતે રાજકોટ સિવિલ હોસ્પિટલ બ્લડ બેન્કના સૌજન્યથી યોજાયેલા રક્તદાન કેમ્પમાં કલેકટરશ્રી પ્રભવ જોશીએ પ્રેરણા પુરી પાડતા જણાવ્યું હતુ કે, સ્વસ્થ વ્યક્તિએ નિર્ભિકપણે રક્તદાન કરી અમૂલ્ય જીવ બચાવવામાં મદદ કરવી જોઈએ. સિવિલ હોસ્પિટલ ખાતે થેલેસેમિયા ઉપરાંત અનેક દર્દીઓને રોજબરોજ મોટાપાયે રક્તની જરૂર રહેતી હોઈ વધુને વધુ લોકોએ નિર્ભીકપણે રક્તદાન કરવું જોઈએ તેમ કલેકટરશ્રીએ આગ્રહપૂર્વક જણાવ્યું હતું.

બ્લડ ડોનેશન કેમ્પમાં પ્રાંત કચેરીના કર્મયોગીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કેમ્પનું આયોજન સવારે ૯ વાગ્યાથી બપોરે ૨ વાગ્યા સુધી કરાયું હતું. રકતદાતાઓ માટે ચા, લીંબુ સરબત, બિસ્કીટ સહિતની નાસ્તાની વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. આ કેમ્પમાં પ્રાંત અધિકારીશ્રી ચાંદની પરમાર, શીરસ્તેદારશ્રી ભાલોડી, નાયબ મામલતદારશ્રી વસીમ રિઝવી, નાયબ મામલતદારશ્રી નિમીષાબેન યાજ્ઞિક સહીત પ્રાંત કચેરીનો તમામ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!