મે અને જૂનમાં વીજળીની ભારે માગની વચ્ચે વીજળીની ભયંકર અછત સર્જાશે : NLDC
આગામી દિવસોમાં સમગ્ર દેશમાં ગરમી ખૂબ પડશે. જોકે આ સાથે જ વધુ એક મોટી મુશ્કેલી દસ્તક આપી શકે છે. તે છે પાવર કટ. ભારતના ટોપ ગ્રિડ ઓપરેટરે ગરમીની સીઝનમાં સમગ્ર દેશમાં થનાર પાવર કટને લઈને મોટી ચેતવણી જાહેર કરી દીધી છે. જે અનુસાર મે અને જૂનમાં ભારે માગની વચ્ચે વીજળીની ભયંકર અછત સર્જાશે અને આ દરમિયાન પાવર કટનું રિસ્ક સૌથી વધુ હશે.
નેશનલ લોડ ડિસ્પેચ સેન્ટર(NLDC)એ વીજળીના પુરવઠા અને તેના વપરાશને લઈને તાજેતરમાં જ એક રિપોર્ટ જારી કર્યો છે. તે અનુસાર મે-જૂનમાં દેશમાં વીજળીની માગ 15થી 20 ગીગાવોટ (GW) સુધી પહોંચી શકે છે. NLDC અનુસાર મેમાં આ ડિમાન્ડ સૌથી વધુ હશે અને આ માગને પૂરી કરવી ખૂબ મુશ્કેલ હશે.
એક અનુમાન અનુસાર લગભગ એક તૃતીયાંશ શક્યતા છે કે મેમાં સરેરાશ પુરવઠો પૂરો પાડી શકાશે નહીં. જૂનમાં વીજળીનો પુરવઠો પૂરતો ન હોવાની 20 ટકા શક્યતા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઘણી વખત મે અને જુલાઈમાં માગ પૂરી થઈ શકતી નથી. માગ અને પુરવઠાની વચ્ચે 15 ગીગાવોટથી વધુનું અંતર થઈ જાય છે. મે, જૂન, જુલાઈ અને ઑગસ્ટ 2025માં બિન-સૌર કલાક દરમિયાન અછત થવાની વધુ શક્યતા છે.’
NDLC અનુસાર આ વર્ષે ઉનાળામાં મહત્તમ માંગ 270 ગીગાવોટ રહેવાનું અનુમાન છે. ગયા વર્ષે 250 ગીગાવોટ વીજળીની માગ હતી. એનએલડીસીના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દેશમાં રિન્યુએબલ એનર્જીના માધ્યમને ટૂંક સમયમાં ઇન્સ્ટોલ કરવાની જરૂર છે. માગ-પક્ષમાં અમુક ઉપાય, જેવા લોડ શિફ્ટિંગ રણનીતિ મદદ કરી શકે છે.
ભારતની બેઝલોડ વીજળી ક્ષમતામાં કોલસા આધારિત સાધનોનું પ્રભુત્ત્વ છે. છેલ્લા અમુક વર્ષોમાં આ સાધનોની ક્ષમતા સ્થિર રહી છે, જે આ વધતી માગને પૂરી કરી રહ્યા નથી. પરિણામે, ગ્રિડ કંટ્રોલર ઑફ ઇન્ડિયા લિમિટેડ હેઠળ એનએલડીસીને આ વર્ષે મે અને જૂનમાં વીજળીની ભારે અછતની શંકા છે.