નર્મદા : ઇન્ડિયન એરફોર્સ દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે “સંગીતમય સાંજ – દેશભક્તિ કે નામ સંગીત સંધ્યાનો કાર્યક્રમ યોજાયો
ઇન્ડિયન એરફોર્સ બેન્ડ દ્વારા દેશભક્તિના ગીતો અને LED સ્ક્રીન પર વાયુસેનાના હેરતભર્યા લડાકું વિમાનોના કરતબ અને ઓપરેશન સિંદૂરના વિડીયો પ્રસ્તુત કરાયા
રાજપીપલા : જુનેદ ખત્રી
તા. ૧૫મી ઓગસ્ટ, ૨૦૨૫ ની સંધ્યાએ વિશ્વના પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર સાહેબની સૌથી ઊંચી પ્રતિમા એકતા નગર ખાતે ઇન્ડિયન એરફોર્સ દ્વારા દેશના ૭૯ માં સ્વાતંત્ર્ય પર્વે “સુરમય સાંજ – દેશભક્તિ કે નામ” સંગીત સંધ્યાનો સુંદર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. એરફોર્સના બેન્ડ દ્વારા સુંદર સંગીત સુરાવલીએ પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા અને ઉપસ્થિત સૌએ કાર્યક્રમને વધાવ્યો હતો. કાર્યક્રમમાં સ્વાઇપ બેન્ડ, સાર્જન્ટ બેન્ડ, દક્ષિણ પશ્ચિમ બેન્ડની સુરાવલીથી વાતાવરણ દેશભક્તિમય બની ગયું હતું. સારે જહાં સે અચ્છા, ભારત કી બેટી, જીના ઇસીકા નામ હૈ, ભારત હમકો જાન સે પ્યારા હૈ તેમજ ફિલ્મ શોલે, ફિલ્મ ફાઈટર તેમજ લહેરાદો જેવા ગીતોની ધૂન દ્વારા પ્રેક્ષકોના દિલ જીતી લીધા હતા.
એરફોર્સના ભારતીય લડાકું વિમાનોના નામ સુપરસોનિક વિમાન, ભારતીય પરિવહન વિમાન તેમજ એરફોર્સ અંગેની જનરલ નોલેજ અંગેના ઉપસ્થિત યુવાનોને પ્રશ્નો પૂછીને સાચા ઉત્તર આપનારને સ્થળ પર એરફોર્સ દ્વારા ગિફ્ટ આપવામાં આવી હતી અને એરફોર્સના લડાકું વિમાનોની જાણકારી અને યુદ્ધ વખતે કરવામાં આવતી કામગીરી અને ઓપરેશન સિંદૂર વખતે કરવામાં આવેલી કામગીરીનું LED દ્વારા આબેહૂબ વિડીયો પ્રેઝન્ટેશન પ્રસારિત કરીને સમગ્ર ભારતીય વાયુસેનાની કામગીરીની ઝાંખી પ્રસ્તુત કરાઈ હતી.એરફોર્સની ટીમ અને ઓફિસરો દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી અને ખૂબ પ્રભાવિત થયા હતા.
આ પ્રસંગે એરફોર્સના ઓફિસર આર.એસ. ભંડારીએ જણાવ્યું હતું કે, આ કાર્યક્રમનું આયોજન એકતાનું પ્રતિક એવા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કરવામાં અમને ખૂબ ગૌરવ અને સન્માનની લાગણી અનુભવીએ છીએ. અમને અહીં આ તક મળવા બદલ ખૂબ ગર્વ છે અને અમે SOU ના આભારી છીએ કે, અહીં પ્રસ્તુતિ કરવાનો અવસર મળ્યો. મને ખાતરી છે કે, આ સંગીતમય સાંજને લોકો જીવનભર યાદ રાખશે. અમારા બેન્ડ દ્વારા આ કાર્યક્રમને “વિંગ્સ ઓફ ગ્લોરી” અને “સીમ્ફની ઓફ યુનિટી” નામ અપાયું છે. વિંગ્સ એટલે કે પાંખો, અમને નવી ઊંચાઈએ લઈ જાય છે, જે સાહસ જુસ્સો અને એકતાની સુમેળનું પ્રતીક છે. સીમ્ફની ઓફ યુનિટીએ એવું જોડાણ છે, જે આપણે આપણા દેશના નાગરિકો સાથે અનુભવી રહ્યા છીએ. સામાન્ય નાગરિકો અને સેનાના જવાન બંને વાસ્તવમાં એકબીજા સાથે સુમેળતા.