તા.૧૨.૦૬.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ તાલુકાના લીમડાબરા ગામના પ્રગતિશીલ ખેડૂત વસના પસાયાએ અન્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની જાણકારી માટેની તાલીમ આપી
દાહોદમાં લીમડાબરા ગામના પ્રગતિશીલ ખેડૂત વસના પસાયા દ્વારા અન્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવાથી થતા ફાયદા અંગેની વિસ્તાર પૂર્વક સમજ આપવા માટે તાલીમ યોજવામાં આવી હતી પ્રગતિશીલ ખેડૂત વસના પસાયાએ આવેલ તમામ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી થકી જળ, જમીન, પાક, વાતાવરણની સાથોસાથ આપણા સ્વાસ્થ્ય માટે થતા અઢળક ફાયદાઓ જણાવીને તમામ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા જણાવ્યું હતું પ્રાકૃતિક ખેતીમાં શાકભાજી તેમજ અનાજની સાથો-સાથ ફળાઉ પાક પણ કરી શકાય છે, જેમાં કોઈપણ પ્રકારના બાહ્ય રાસાયણિક ખાતરનો ઉપયોગ કર્યા વગર પણ પાકનું સારુ ઉત્પાદન મેળવી શકાય છે. તેમણે પ્રેક્ટિકલ દ્વારા પણ કુદરતી ખાતર કઈ રીતે બનાવી શકાય એ વિશે વિગતે સમજ આપી હતી ખેડૂતની પોતાની અથાગ મહેનત સિવાય વધારાનો કોઈ ખર્ચ રહેતો નથી. જેમકે, દવા,ખાતર, બિયારણ તેમજ દવા-ખાતર તેમજ બિયારણ લાવવા – લઇ જવાનો ભાડા ખર્ચ પણ મટી જાય છે. પ્રાકૃતિક પદ્ધતિ થકી જમીન પોચી બનતા સારુ ઉત્પાદન તેમજ આવક પણ ઘણી સારી મળે છે વસના પસાયાએ કહ્યું હતું કે, ખેડૂતોએ પૈસા નહી પરંતુ પોતાનો સમય પોતાના ખેતર, પાક, જમીન અને કુદરતી ખાતર બનાવવા પાછળ ખર્ચ કરવો પડે છે, શરૂઆતી વર્ષમાં નહી પરંતુ ૧-૨ વર્ષ પછી જ તેની સારી અસર જોવા મળશે એમ તેમણે જણાવ્યું હતું