સમીર પટેલ, ભરૂચ
ભરૂચ જિલ્લામાં નવરાત્રી પહેલાં રાત્રિના સમયે ચોર આવતાં હોવાની અફવા દાવાનળની જેમ ફેલાઇ હતી. દિવાળી બાદ પણ ઘાતક હથિયારો સાથે રાત્રિ રોન ફરતાં હોય તેવા યુવાનોનો વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થયા બાદ પોલીસ એકશનમાં આવી હતી. વિડીયોમાં દેખાતાં 6 યુવાનોની ધરપકડ કરવામાં આવી છે જયારે 2ની શોધખોળ ચાલી રહી છે. અંકલેશ્વર તાલુકાના સાળંગપુર ગામ ખાતે આવેલ આત્મીય સોસાયટીમાં ચોરોની અફવા વચ્ચે સ્થાનિક યુવાનો રાત્રી ના જાગરણ શરુ કર્યું હતું. તેમણે મારક હથિયારો સાથે રાત્રી રોન ફરવાની શરૂઆત કરી હતી., ધારિયા,લાકડા સહીતના હથિયારો સાથે 8 થી વધુ યુવાનોએ એક રીલ બનાવી હતી અને જે રીલ સોશ્યલમીડિયા પર મુકતા વાયરલ થઇ હતી.પોલીસે વાયરલ રીલ આધારે તપાસ શરુ કરી હતી. આત્મીય સોસાયટીમાં રહેતા ધવલ મુનિયા, રિતેશ મહંતો ,અંકિત સિંગ , આશિષ પાટીલ, રાજેન્દ્રસિંહ મહિડા અને આદિત્ય કામેથનીધરપકડ કરી હતી. રીલમાં રહેલા અન્ય પ્રિયાંક પરમાર અને આયુષ ઠોલેને વોન્ટેડ જાહેર કર્યા હતા. મારક હથિયારો સાથે રીલ બનાવનાર યુવકોની પોલીસ એ પણ રીલ બનાવી હતી. હથિયારો સાથે કરેલ રીલ ની ભૂલ બદલ માફી મંગાવી હતી.