GUJARAT

નર્મદા જિલ્લાની વિશેષ મુલાકાતે કેન્દ્રીય કોલસા મંત્રાલયના સંયુક્ત સચિવશ્રી ભબાની પ્રસાદ પાટી*

*નર્મદા જિલ્લાની વિશેષ મુલાકાતે કેન્દ્રીય કોલસા મંત્રાલયના સંયુક્ત સચિવશ્રી ભબાની પ્રસાદ પાટી*
—–
*‘વિકસીત ભારત સંકલ્પ યાત્રા’ સંદર્ભે નર્મદા જિલ્લાની મુલાકાતે પધારેલા કેન્દ્રીય સંયુક્ત સચિવશ્રી પાટીએ જંગલ સફારી અને આરોગ્ય વનની મુલાકાત લઈને પ્રભાવિત થયા*

રાજપીપલા, શુક્રવાર :- ભારત સરકારના કોલસા મંત્રાલયના સંયુક્ત સચિવશ્રી ભબાની પ્રસાદ પાટી ‘વિકસીત ભારત સંકલ્પ યાત્રા’ સંદર્ભે એસ્પિરેશનલ નર્મદા જિલ્લાની મુલાકાતે પધાર્યા હતા. આ પ્રસંગે સંયુક્ત સચિવશ્રીએ એકતાનગર ખાતેના પ્રખ્યાત પર્યટન સ્થળ સરદાર વલ્લભભાઇ પટેલ ઝૂઓલોજીકલ પાર્ક-જંગલ સફારીનો અદભુત નજારો માણ્યો હતો.

જંગલ સફારીની સફર માણતા કેન્દ્રીય સંયુક્ત સચિવશ્રીએ વિવિધ વિભાગોની રસપૂર્વક મુલાકાત લઈને વન્યજીવોની લેવામાં આવતી કાળજી-રખરખાવ અને સારવાર સહિતની તમામ સુવિધાઓથી માહિતગાર થઈ ફોરેસ્ટ વિભાગની કામગીરીની પ્રશંસા વ્યક્ત કરી હતી. જ્યાં ગાઈડ તરીકે સુશ્રી જુલીબેન પંડ્યાએ અતિથિ વિશેષને તમામ વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી. પક્ષીઓના સુમધુર કલરવથી મંત્રમુગ્ધ થતા સંયુક્ત સચિવશ્રીએ પ્રેમાળ અને લાગણીશીલ પ્રાણી-પક્ષીઓની લેવામાં આવતી કાળજી, આરોગ્ય અને સુરક્ષાથી ખુબ પ્રભાવિત થઈને સાકાર થયેલા પ્રકલ્પોની પ્રસંશા કરી હતી.

આંતરરાષ્ટ્રીય પ્રવાસન સ્થળ તરીકે પ્રસ્થાપિત થયેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિવિધ પ્રકલ્પોની મુલાકાતે પધારેલા કેન્દ્ર સરકારના કોલસા મંત્રાલયના સંયુક્ત સચિવશ્રીએ સરદાર સાહેબની વિશ્વની સૌથી અદભૂત અને અકલ્પનીય અતિ વિરાટ પ્રતિમાની સાનિધ્યમાં વનસ્પતિઓની ઔષધિય ઉપયોગિતાને ઉજાગર કરતા આરોગ્ય વનની પણ ખાસ મુલાકાત લીધી હતી. ઉપરાંત, આરોગ્ય વનના ગુણ ઔષધિય છોડની જાત માહિતી લીધી હતી. ડીજીટલ ઇન્ફોર્મેશન સેન્ટર, ગાર્ડન ઓફ કલર, અરોમા ગાર્ડન, ઔષધ માનવ, આલ્બા ગાર્ડન, લ્યુટીયા ગાર્ડનની પણ મુલાકાત લઇને કેન્દ્રીય સંયુક્ત સચિવશ્રી પાટી અભિભૂત થયા હતા.

000

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!