GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

MORBI:મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર આઇસર ચાલકે અકસ્માતની હારમાળા સર્જી: ચાર વાહનને ઠોકરે ચડાવ્યા

મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર આઇસર ચાલકે અકસ્માતની હારમાળા સર્જી: ચાર વાહનને ઠોકરે ચડાવ્યા

ટંકારા:નશામાં ધૂત આઇસર ચાલકે મોરબી થી લઇ ટંકારા સુધી આઇસર ટેમ્પો સર્પાકાર ચલાવી લજાઈ ગામ પાસે ઈકો કારને તેમજ ટંકારા મામલતદાર ઓફીસ પાસે એક બાઇકને હડફેટે લઇ આગળ જતો હોય ત્યારે મિતાણા ગામના પુલ પાસે પોલીસ ડિપાર્ટ.ની પી.સી.આર.વાન, આઇસરને રોકવા જતા તેને પણ સાઈડમાં ઠોકર મારી આઇસર ટેમ્પો રોકાઈ જતા પોલીસે આઇસર ચાલકની અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

ડ્રિન્ક એન્ડ ડ્રાઈવની મળતી માહિતી અનુસાર આઇસર ટ્રક રજી.નં. જીજે-૧૩-એટી-૮૩૯૭નો આરોપી ચાલક અજયભાઇ રાજેશભાઇ મકવાણા ઉવ.૨૪ રહે-રાજકૉટ ચુનારવાડ શીવાજીનગર શેરી નં.૨૧ જી.ઇ.બી.પોલીસ સ્ટેશન સામે દુધસાગર રોડ રાજકોટ વાળો કેફી પ્રવાહી પીધેલ હાલતમા પુરઝડપે અને બેફીકરાઈથી પોતાની તથા મનુષ્યની જીદગી જોખમાય તે રીતે ડ્રાઇવીગ લાયસન્સ વગર આઇસર ટ્રક ચલાવી ટંકારા મામલતદાર ઓફિસ પાસે હિરો સ્પેલેન્ડર મો.સા રજી નં- જીજે-૩૬-એડી-૩૬૨૬વાળાને હડફેટે લઈ મો.સાયકલ ચાલકને શરીરે ઇજા કરી તેમજ લજાઈ ગામ પાસે ઇકો રજી નંબર- જીજે-૦૩-ઈઆર-૬૭૪૭વાળીને હડફેટે લઈ ઇકો ગાડીમા નુકશાન કરી જતો હોય જે બાબતે ટંકારા પોલીસ મથકમાંથી પીસીઆર વેન ૧૦૦ ઉપર ટેલિફોનથી માહિતી આપતા કહ્યું આઇસર લાલ કલરની ટેમ્પોના ચાલકે પુરપાટ ચલાવી રસ્તામાં આવતા વાહનોને હડફેટે લઇ મોરબીથી ટંકારા આવતું હોય જેવી માહિતી માલ્ટા પ્રથમ ટંકારાના નગર નાકે આઇસર આવવાની વિચમાં હોય તે દરમિયાન આઇસર ટેમ્પો ત્યાંથી પસાર થતા તેને રોકવા પ્રયાસ કરતા તે ત્યાંથી આગળ નીકળી ગયો જેથી તેનો પીછો કરતા મિતાણા ગામના પુલ પાસે પી.સી.આર વાહન પી-૧૦૦ રજી. જીજે-૩૬-જી-૦૦૫૫ માં જમણી બાજુ નુકશાન કરી આઇશર વાહન ઉભું રાખ્યું હતું. ત્યારબાદ આઇસર ચાલકની મિતાણાના પૂલ પાસેથી અટક કરી આગળની ધોરણસરની કાર્યવાહી અર્થે ટંકારા પોલીસ મથકમાં સોંપી આપેલ છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

Back to top button
error: Content is protected !!