હાલોલ:વિશ્વની પ્રથમ ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી ખાતે પ્રોફેસર ડૉ.રમેશ એન.શાહ જર્મનીથી પધાર્યા
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૨.૧૨.૨૦૨૪
આજે વિશ્વ પ્રસિદ્ધ મેનેજમેન્ટના પ્રોફેસર ડૉ. રમેશ એન. શાહ જર્મનીથી વિશ્વની પ્રથમ અને એકમાત્ર ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વ વિદ્યાલય ખાતે પધાર્યા હતા. જર્મની, યુકે અને ફ્રાન્સમાં સ્ટ્રેટેજિક મેનેજમેન્ટ અને ઇન્ટરકલ્ચરલ કોમ્યુનિકેશનમાં સર્વશ્રેષ્ઠ પદ પર કાર્યરત રહી ચૂકેલા ડૉ.શાહનું ભારતીય પરંપરા મુજબ હર્ષભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.ડૉ.રમેશ શાહે વિશ્વ વિદ્યાલયના વોકમેન ઑફ ઇન્ડિયા રાજુ એમ ઠક્કર સાથે પ્રાકૃતિક કૃષિ ખેતરોની મુલાકાત લીધી હતી.ખેતરોમાં જમીનની ફળદ્રુપતા વધારવાના પ્રયોગો અને પ્રાકૃતિક પદ્ધતિઓના અમલથી ઉત્પન્ન થતી ગુણવત્તાસભર ઉપજ જોતા તેમણે પોતાની અતિ પ્રસન્નતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે,”ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી ન માત્ર ભારતમાં, પણ સમગ્ર વિશ્વમાં પ્રાકૃતિક કૃષિનું કેન્દ્ર બની શકે છે.વિશ્વવિદ્યાલયના યુવા વૈજ્ઞાનિકો સાથે બેઠક યોજી,જેમાં ડૉ. શાહે પોતાની વૈશ્વિક અનુભવોના આધાર પર પ્રેરણાદાયક વિચાર રજૂ કર્યા હતા. તેમણે પ્રાકૃતિક કૃષિના વૈજ્ઞાનિક અને વ્યાવસાયિક પાસાઓ, તથા તેને વૈશ્વિક સ્તરે હરીફાઈ માટે ઊભું કરવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે ખાસ કરીને યુવાઓને ધ્યાનમાં રાખીને કહ્યું કે, “પ્રકૃતિ સાથે સંવાદ અને નવા સંશોધન માટે યુવા વૈજ્ઞાનિકોનું યોગદાન ખૂબ મહત્વનું છે.પ્રોફેસર રમેશ શાહે જણાવ્યું કે, ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીની કામગીરીથી વૈશ્વિક કૃષિ પદ્ધતિઓમાં પરિવર્તન લાવવા માટે એક દિશા આપવામાં આવી રહી છે.એ યુરોપ અને અન્ય પ્રદેશોમાં રાસાયણિક ખેતીના વિકલ્પ તરીકે પ્રાકૃતિક પદ્ધતિઓને સમર્થન આપે છે.મારી વિશ્વવિદ્યાલયની આ યાત્રાથી સ્પષ્ટ થયું છે કે ભારત વિશ્વનું પ્રાકૃતિક ખેતીનું મથક બની શકે છે.જે કાર્ય અહીં કરવામાં આવી રહ્યું છે, તે સમગ્ર વિશ્વ માટે પ્રેરણાદાયક છે.વિશ્વવિદ્યાલયના સ્ટાફ અને વિદ્યાર્થી સમુદાયે આ મુલાકાતને યાદગાર બનાવતાં ડૉ. શાહ સાથે પ્રશ્નોત્તરી સત્રનું આયોજન કર્યું, જેમાં સ્ટ્રેટેજિક મેનેજમેન્ટ અને ઇન્ટરકલ્ચરલ કોમ્યુનિકેશનના અભિગમોના આધારે પ્રાકૃતિક કૃષિમાં નવા દિશા મળવા અંગે ચર્ચા થઈ હતી.