GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: રાજકોટ તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૬ માર્ચે યોજાશે
તા.૨૮/૨/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે રાજયના નાગરિકોના ગ્રામ્યકક્ષા કે તાલુકાકક્ષાના પ્રશ્નોનો અસરકારક અને ન્યાયીક રીતે ઉકેલ થાય, તે માટે તાલુકાકક્ષાએ સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ અમલી બનાવ્યો છે. જે અંતર્ગત રાજકોટ તાલુકા માટે તાલુકાકક્ષાના ગ્રામ્ય વિસ્તાર તથા શહેરી વિસ્તારના પ્રશ્નો માટે આગામી તા. ૨૬ માર્ચ, ૨૦૨૫ના રોજ મામલતદાર કચેરી ખાતે મામલતદારશ્રીના અધ્યક્ષસ્થાને તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે. જે અંગેના પ્રશ્નો અરજદારોએ બે નકલમાં સંબધિત મામલતદારશ્રીને તા. ૧૦/૦૩/૨૦૨૫ સુધીમાં મોકલી આપવાના રહેશે, તેમ કલેકટર કચેરી, રાજકોટની યાદીમાં જણાવાયું છે.