MORBIMORBI CITY / TALUKO

MORBI:પોરબંદર જિલ્લામાં છેતરપિંડી/વિશ્વાસઘાત કેસમાં ૨૪ વર્ષથી નાસતા ફરતા આરોપી મોરબીથી ઝડપાયો 

MORBI:પોરબંદર જિલ્લામાં છેતરપિંડી/વિશ્વાસઘાત કેસમાં ૨૪ વર્ષથી નાસતા ફરતા આરોપી મોરબીથી ઝડપાયો

 

 

મોરબી જીલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તા.૦૯/૦૧ થી તા.૧૬/૦૧ સુધી નાશતા ફરતા આરોપીઓને પકડવાની ડ્રાઇવ રાખી હોય જે અનુસંધાને પોરબંદર જીલ્લાના બગવદર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ આઇ.પી.સી. કલમ ૪૬૫,૪૭૦,૪૭૧,૪૭૭(એ), ૪૨૦,૪૧૧ મુજબના આરોપીનું પોરબંદરના બીજા જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ એચ.પી.ચાવડાસાહેબની કોર્ટ દ્વારા આરોપી રણમલભાઇ ચનાભાઇ રાણાવાયા ઉવ.૫૭ રહે.હાલ મેલડીમાતાના મંદિરે સિલ્વર પાર્ક સોસાયટી જુના ઘુટુ રોડ મોરબી-૨ મૂળરહે.ગામ નાગકા તા.જી.પોરબંદરવાળાનું સી.આર.પી.સી. કલમ ૭૦ મુજબનું વોરંટ જાહેર કરેલ હોય જે આધારે મોરબી સીટી પોલીસ મથક ટીમ દ્વારા આરોપીને શોધી લઈ અટક કરવામાં આવી હતી. ત્યારે આરોપીને હસ્તગત કરી આગળની તપાસ તજવીજ કરવા પોરબંદર જીલ્લાના બગવદર પોલીસ સ્ટેશને સોંપી આપેલ છે.

Back to top button
error: Content is protected !!