GUJARATHALOLPANCHMAHAL

હાલોલ તાલુકાના વરસડા ગામે મગર દેખા દેતા ગ્રામજનોમાં ફફડાટ,રેસકયુ કરી ઝડપી પાડયો

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ

તા.૭.૧૦.૨૦૨૩

હાલોલ તાલુકાના વરસડા ગામે ગત રાત્રે એક 5 ફૂટ લાંબો મગર દેખા દેતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો હતો.જ્યારે આ મગર પકડવા માટે ગામના સરપંચ એ આની જાણ વન વિભાગના આર.એફ. ઓ. સતિષ બારિયા તેમજ સ્થાનિક એનજીઓ નેચર સેવિંગ ફાઉન્ડેશન ને કરવામાં આવી હતી.ત્યારબાદ નેચર સેવીંગ ફાઉન્ડેશન નાં સ્વયંસેવકો સંદીપભાઈ સોલંકી,કલ્પેશ સોલંકી,જયેશભાઈ કોટવાલ, વિશાલ ચૌહાણ,હસમુખભાઈ ગોહિલ અને વન વિભાગના કર્મચારીઓ સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચી તાત્કાલિક મગર ને પકડવા રેસક્યુ ઓપરેશન હાથ ધર્યુ હતું.અને ભારે જેહમત બાદ મગરને પકડવામાં સફળતા મળી હતી.જ્યારે આ પાંચ ફૂટ લંબાઈ ધરાવતા મગરને પકડીને સહિ સલામત રીતે વન વિભાગ ને હેન્ડ ઓવર કરીને સલામત સ્થળે ખસેડવા માટેની તજવીજ હાથ ધરી હતી.જ્યારે મગર ઝડપાઈ જતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!