JUNAGADHKESHOD

રાજકોટ જીલ્લાના તરઘડિયા ગામમા તેમનાં સાનિધ્યમાં શાન્તી યજ્ઞ કરવામાં આવ્યો

ઈ.સ. 1604 ને અખાત્રીજ ના રોજ શેરગઢ ગામ નુ તોરણ બાંધનાર ભાણબાપુ  બાબરિયા  ના સાનિધ્યમાં આજરોજ રાજકોટ જીલ્લાના તરઘડિયા ગામ મા તેમનાં  સાનિધ્યમાં તેમનાં  પરિવાર  દ્વારા શાન્તી યજ્ઞ કરવામાં આવ્યો છે. તરઘડિયા ગામ 4000 હજાર ની વસ્તી ધરાવતું ગોકુળીયા ગામ છે. તરઘડિયા ગામમા પટેલ, આહિર, ભરવાડ    સમાજ મુખ્યત્વે છે. ભાણબાપુને તરઘડિયા ગામ  સુરજભાણ બાપુ તરીકે પુજે છે અને તેઓ તરઘડિયાના ગામઘણી હતાં. કેશોદ ના શેરગઢ ની ગાદી ની જવાબદારી  તેમનાં પુત્ર ખીમબાપુ ને આપી તેઓ  કુવાડવા ગાદીએ પાછા જતાં રહ્યાં . ઈ.સ.1650 ની આજુબાજુ ના સમય મા તરઘડિયા ગામ પર દુશ્મન નો એ હુમલો કર્યો હતો  અને  સુરજભાણબાપુ એ સંકલ્પ કર્યો કે દિવસ આથમ્યા પહેલાં દુશ્મનો  નો સફાયો કરું નહીંતર હું પ્રાણ નો ત્યાંગ કરૂ. સુરજનારાયણ ને આથમતા નાગબાઈ માતાજી એ  ત્રણ ઘડી રોકી રાખ્યા  હતાં તેથી ગામ નું નામ તરઘડિયા પડ્યું છે. તરઘડિયા ગામ ના અલગ અલગ સમાજ ના સભ્યો મળીને સુરજભાણ બાપુ નું પંચ બનેલું છે અને સુરજભાણ બાપુ ના સાનિધ્યમાં  તેમનાં વંશજો દ્રારા  કોઈ પણ ધાર્મિક કાર્ય કરવું હોય તો બાપુ ના પંચ ની રજા લેવી પડે છે. 28 વર્ષો થી બાપા ની પૂજા આરતી પટેલ સમાજ ના એક બહેન ના હસ્તે કરવામાં આવે છે. યજ્ઞ મા મહિયા ક્ષત્રિય  સમાજના દરેક કુટુંબો  અને તરઘડિયા ગામ સુરજભાણ બાપુ પંચ દ્વારા પણ  યજ્ઞ  મા આહુતિ આપીને  યજ્ઞોત્સવ  પુર્ણ કરવામાં આવ્યો હતો.

બાયલાયન : અનિરૂધ્ધસિંહ બાબરીયા કેશોદ

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!