GODHARAPANCHMAHAL

Godhara : ગોધરા ખાતે જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા પીબીએમ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી

ગોધરા ખાતે જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા દસ વર્ષ બાદ સસ્તા અનાજના દુકાનદાર, ગોડાઉન મેનેજર સહિત અન્ય ઇસમો સામે પીબીએમ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જિલ્લાના જાહેર વિતરણ વ્યવસ્થામાં ગેરરીતિ આચરનારા એકસાથે આઠ ઈસમો સામે કાળાબજાર અટકાવા કાયદા હેઠળ પાસાની દરખાસ્ત જિલ્લા કલેકટર સમક્ષ રજુ કરવામાં આવી હતી, જિલ્લા કલેકટર આશિષકુમાર દ્વારા દરખાસ્તને મંજૂરી આપતા લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે 6 પૈકી 4 ઈસમોની ધરપકડ કરીને પાસા હેઠળ રાજ્યની વિવિધ જેલોમાં મોકલી દેવામાં આવ્યા હતા.

ગોધરા સહિત સમગ્ર જિલ્લામાં આવેલ અમુક સસ્તા અનાજની દુકાનોમાં અને પુરવઠા અનાજના ગોડાઉનમાં જિલ્લા પુરવઠા એચ.ટી. મકવાણા દ્વારા કડક હાથે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં કેટલાક સસ્તા અનાજની દુકાનના પરવાનેદારોના પરવાના કાયમી ધોરણે તો કેટલાક પરવાનેદારોના પરવાના ૯૦ દિવસ માટે મોકૂફ કરવામાં આવ્યા હતા, કાર્યવાહીના આ જ ક્રમમાં પુરવઠા વિભાગ દ્વારા ગરીબોના હકનું અનાજ સગેવગે કરનારા આઠ ઈસમો સામે પીબીએમ એટલે પ્રિવેન્શન ઓફ બ્લેક માર્કેટિંગ કાયદા હેઠળ પાસા હેઠળ જેલમાં ધકેલવાની દરખાસ્ત તૈયાર કરીને જિલ્લા કલેકટર સમક્ષ રજુ કરવામાં આવી હતી, જિલ્લા કલેકટર દ્વારા દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી, જે બાદ પંચમહાલ એલસીબી પોલીસ દ્વારા છ પૈકીના ચાર ઇસમોની અટકાયત કરીને પાસા હેઠળ રાજ્યની જુદી જુદી જેલોમાં મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.જ્યારે અન્ય બે ઇસમોને પણ પકડી પાડવા માટેની એલસીબી પોલીસ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી હતી.જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા કાળાબજાર અટકાવ કાયદા હેઠળ પાસા હેઠળ જેલમાં મોકલેલા ઇસમોમાં ગોડાઉન મેનેજર, સસ્તા અનાજની દુકાનના પરવાનેદાર તથા ફેર પ્રાઇસ શોપ મેનેજર જેવો હોદ્દો ધરાવતા વ્યક્તિઓનો સમાવેશ થાય છે. જિલ્લા પુરવઠા વિભાગ ની કાર્યવાહીના પગલે સસ્તા અનાજની દુકાનદારોમાં ફફડાટ ફેલાયો હતો..

બોક્સ : લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે કલેકટરના આદેશ બાદ પીબીએમ હેઠળ ધરપકડ કરાયેલા ચાર વ્યક્તિઓને પાસા કરવામાં આવ્યા હતા.

1)લક્ષ્મણભાઈ પરમાર, ગોડાઉન મેનેજર, શહેરા. … કચ્છ ભુજ

2)ગણપતભાઇ ગેમાંભાઈ ડિંડોર, ફેર પ્રાઈસ શોપ મેનેજર, બિલવાણિયા…. જુનાગઢ

3) જીવણભાઈ બાબુભાઈ હરિજન, સસ્તા અનાજની દુકાનના પરવાનેદાર, વાવઝાબ…. જામનગર

4)મહેશભાઈ રાઠવા, ગોડાઉન મેનેજર, કાલોલ… ભાવનગર

બોક્સ… પંચમહાલમાં વર્ષ 2012 બાદ એટલે દસ વર્ષ ઉપરાંતના સમય પછી જિલ્લા પુરવઠા દ્વારા પી બી એમ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી જોકે જિલ્લા કલેકટરે છ વ્યક્તિઓ સામે પીબીએમની કાર્યવાહીનો આદેશ કર્યા બાદ ચાર વ્યક્તિઓને લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે પકડી પાડ્યા હોય અને હજુ બે વ્યક્તિઓની શોધખોળ હાથ ધરવામાં આવ્યું હોય ત્યારે આગામી દિવસોમાં જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા અસરકારક કાર્યવાહી વધુ કરવામાં આવે એવી શક્યતાઓને પણ નકારી શકાય તેમ નથી.

બોક્સ… પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા કરવામાં આવેલ અકસ્મિક તપાસ દરમિયાન સરકારી અનાજ વિતરણ માં મોટા પાયે ગેરરીતી મળી આવ્યા બાદ પિબીએમ હેઠળ કાર્યવાહી કરવા જિલ્લા કલેકટરને દરખાસ્ત મોકલી આપી હતી. જિલ્લા કલેકટર આશિષ કુમાર એ દરખાસ્ત મંજૂર કરવામાં આવતા ચાર વ્યક્તિઓની લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ધરપકડ કરીને રાજ્યની અલગ અલગ જેલમાં મોકલી આપ્યા હતા જોકે પુરવઠા વિભાગ ની કડક કાર્યવાહીના પગલે સસ્તા અનાજની દુકાનદારો સહિત અન્ય પુરવઠા ગોડાઉનના મેનેજરોમાં છુપી રીતે ફફડાટ ફેલાયો હોય તો નવાઈ નહીં.

બોક્સ… પંચમહાલ જિલ્લામાં અંદાજિત 400 કરતા વધુ સસ્તા અનાજની દુકાનો આવેલી છે અને 7 કરતા વધુ પુરવઠાના અનાજના ગોડાઉન આવેલા હોય અને એમાં જિલ્લા પુરવઠા અધિકારી ની વચ્ચેથી તપાસ દરમિયાન સસ્તા અનાજની દુકાનોમાં તેમજ પુરવઠાના અનાજના ગોડાઉનમાં ગેરરીતી ને લઈને વર્ષો બાદ પીબીએમ કાર્યવાહી રાજ્યમાં જોવા જઈએ તો અહીં કરવામાં આવતા અન્ય જિલ્લાઓમાં પણ આવી તપાસ હાથ ધરવામાં આવે તેવી શક્યતાઓ હવે જોવા મળી રહી હોય એમ કહીએ તો નવાઈ નહી.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!