HALOLPANCHMAHAL

હાલોલ:-SVEEP કાર્યક્રમ અંતર્ગત હાલોલ ની કલરવ શાળામાં રાષ્ટ્રીય મતદાન દિવસની ઉજવણી કરાઇ.

તા.૨૫.જાન્યુઆરી

વાત્સલ્યમ સમાચાર

કાદીર દાઢી.હાલોલ

SVEEP કાર્યક્રમ અંતર્ગત 25 મી જાન્યુઆરીએ રાષ્ટ્રીય મતદાન દિવસ હોવાથી હાલોલ નગરમાં આવેલ સુપ્રતિષ્ઠિત કલરવ શાળામાં તેરમા (13) રાષ્ટ્રીય મતદાન દિવસ ની ઉજવણી ખૂબ જ ભવ્ય રીતે કરવામાં આવી હતી. આ મતદાનનો વિષય મતદાનથી વિશેષ કંઈ નથી હું અવશ્ય મતદાન કરીશ એવો રાખવામાં આવ્યો હતો. કલરવ શાળામાં ધોરણ 11 અને 12 ના ગુ. મા. અને અં.માના વિદ્યાર્થીઓમાં મતદાન પ્રત્યે જાગૃતિ કેળવાય તે હેતુથી તારીખ 23 /1/ 2023 થી 25 /1 /2023 દરમિયાન નિબંધસ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને જૂથ ચર્ચા જેવા જેવા વિવિધ કાર્યક્રમોનો આયોજન કરવામાં આવ્યું હતું.તારીખ 25/ 1 /2023 ને બુધવાર ના રોજ રાષ્ટ્રીય મતદાન દિવસ હોવાથી શાળાના વિદ્યાર્થીઓમાં મતદાન પ્રત્યે જાગૃતિ કેળવાય તેમજ પોતાના મતના અધિકારને સમજે તે માટે એક કૃત્રીમ મોક મતદાન મથક ઊભું કરવામાં આવ્યું હતું .જેમાં ધોરણ 11 અને 12 ના બંને માધ્યમના વિદ્યાર્થીઓમાં ઉમેદવારની નોંધણી કઈ રીતે થાય છે.અને મતદાન મથકમાં કઈ રીતે સમગ્ર ચૂંટણીનું પ્રક્રિયાનો કામકાજ થાય છે તે અંગેની સમજ શાળાના શિક્ષક દ્વારા આપવામાં આવી અને ઉમેદવાર પણ ઊભા રાખવામાં આવ્યા હતા. ઉમેદવાર વિદ્યાર્થીઓએ ચૂંટણી પ્રચાર કરી પોતાનો મત આપવાની અપીલ વિદ્યાર્થીઓ (મતદાતા) આગળ કરી હતી.આખરે ધોરણ 11 અને 12 ના વિદ્યાર્થીઓ એ પોતાનો કિંમતી મત આપી આખી મતદાન પ્રક્રિયામાં ખૂબ જ જોશથી ભાગ લીધો હતો. આ સમગ્ર કાર્યક્રમમાં હાલોલ પ્રાંત અધિકારી ડૉ. મયુરભાઈ પરમાર શાળાના આચાર્ય શ્રીમતી ડો. કલ્પનાબેન જોશીપુરા શાળાના ટ્રસ્ટી હાર્દિકભાઈ જોશીપુરાની ઉપસ્થિતિ નોંધનીય રહી હતી.આ પ્રસંગે પ્રાંત અધિકારી ડૉ. મયુરભાઈ દ્વારા વિદ્યાર્થીઓને આખી મતદાન ની પ્રક્રિયા ખૂબ જ ઉડાનપૂર્વક સમજાવી તેમજ શાળાના આચાર્ય એ વિદ્યાર્થીઓને મતદાન જાગૃતિ અંગે શપથ લેવડાવ્યા હતા. આ રીતે આ કાર્યક્રમ ખૂબ જ સારી રીતે પૂર્ણ કરવામાં આવ્યો હતો.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!