BODELICHHOTA UDAIPUR CITY / TALUKO

બોડેલી ના ઢોકલીયા વિસ્તારમાં ઉતરાયણની સમી સાંજે ફાયરીંગની ઘટના. આઠ વર્ષેની બાળકીનો આબાદ બચાવ બોડેલી તેમજ જિલ્લા પોલીસ ઘટના સ્થળે પહોંચી નિરીક્ષણ કર્યું.

ઘટના સ્થળ ઉપરથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર તારીખ ૧૪ જાન્યુઆરી ૨૦૨૪ ના રોજ ઢોકલીયા વિસ્તારના ભાથીજી મંદિર પાસે રહેતા નરેન્દ્રસિંહ તથા તેમનો પરિવાર પોતાના મકાનના ધાબા પર ઉતરાયણ ઉત્સવનો આનંદ લુટી રહ્યા હતા તે અરસામાં કોઈ એક દિશામાંથી ફાયરિંગ થતા નરેન્દ્ર સિંહ ની આઠ વર્ષની બાળકી માનસી ને રિવોલ્વર ની ગોળી સ્પર્શ કરી જતા બાળકીને સામાન્ય ઇજા પહોંચી હતી ઘટનાની જાણ નગરમાં વાયુવેગે પ્રસરતા તર્ક વિતર્ક સર્જાયા હતા ઘટના ની જાણ બોડેલી પોલીસને કરાતા બોડેલી પોલીસ તથા જિલ્લા પોલીસ નો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો ગોળી કઇ દિશામાંથી ચાલી અને કોણે ચલાવી જે અંગેની પોલીસ તપાસ ચલાવી રહી છે હાલ ધુટાતુ રહસ્ય.

રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!