HALVADMORBIMORBI CITY / TALUKO

હળવદના રાણેકપર ગામના ઉપસરપંચને જિલ્લા વિકાસ અધિકારીએ કર્યા સસ્પેન્ડ

દારૂનું વેચાણ કરીને જાહેર સેવકને ન છાજે તેવું કૃત્ય કરેલું હોવાથી તેમને મોરબી ડી.ડી.ઓ.શ્રી ડી.ડી. જાડેજા દ્વારા હોદ્દા પરથી મોકુફ કરાયા

મોરબી જિલ્લામાં હળવદ તાલુકાના રાણેકપર ગામના ઉપસરપંચ નવઘણભાઈ ગણેશભાઈ ઉડેચાએ જાહેર સેવકને ન છાજે તેવું કૃત્ય કર્યું હોવાથી તેમને મોરબી જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી. જાડેજા દ્વારા હોદ્દા પરથી મોફૂક રાખવા હુકમ કરવામાં આવ્યો છે.

હળવદ તાલુકા વિકાસ અધિકારીશ્રીએ કરેલ અહેવાલ અન્વયે તેઓને મળેલ રાણેકપરનાં ગ્રામજનોની રજૂઆત મુજબ હળવદ તાલુકાની રાણેકપર ગ્રામ પંચાયતનાં ઉપસરપંચ નવઘણભાઈ ગણેશભાઈ ઉડેચા રાણેકપર ગામની સીમમાં ગેરકાયદેસર દારૂ વેચાણ કરતા હતા. તેમની સામે થયેલ એફ.આઈ.આર.ની ખરાઈ કરતા તેમની સામે પ્રોહીબીશન એક્ટ અંતર્ગત ફોજદારી કાર્યવાહી માંડીને ગુજરાત પંચાયત અધિનિયમ અંતર્ગત ઉપસરપંચને હોદ્દા પરથી મોકુફ કરવા અંગે કાર્યવાહી કરવા હળવદ તાલુકા વિકાસ અધિકારીશ્રી દ્વારા જાણ કરવામાં આવી હતી.

જાહેર સેવકને ન છાજે તેવું કૃત્ય કરેલ હોય તેમજ ઉપસરપંચનાં હોદ્દા દરમિયાન તેમની સામે ગુનો નોંધાય એ તેમનું નૈતિક અધ:પતન ગણવાને પુરતું હતું. જેથી ગુજરાત પંચાયત અધિનિયમ અન્વયે ઉપસરપંચ સામે કાર્યવાહી કરવા અંગે ચર્ચા-વિચારણા કરી મોરબી જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિગ્વિજયસિંહ ડી.જાડેજા (IAS) દ્વારા નવઘણભાઈ ગણેશભાઈ ઉડેચાને ગુજરાત પંચાયત અધિનિયમ હેઠળ તાત્કાલિક અસરથી ગ્રામ પંચાયતની મુદ્દત પૂરી થતા સુધી અથવા તેઓ સામેના આ કામે દાખલ થયેલ પ્રોહીબીશન એક્ટ મુજબના કેસમાં તેઓ દોષમુક્ત જાહેર ન થાય ત્યાં સુધી તે બંને માંથી જે વહેલું હોય તેટલા સમય માટે ગ્રામ પંચાયત-રાણેકપરનાં ઉપસરપંચનાં હોદ્દા પરથી મોકૂફ કરવા માટે હુકમ કરવામાં આવ્યો છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!