NATIONAL

ભાજપે લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી

એક તરફ લોકસભા ચૂંટણીની જાહેરાતની ઘડીઓ ગણાઈ રહી છે. ચૂંટણી પંચ 13 માર્ચ પછી કોઈપણ સમયે ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરી શકે છે. બીજી તરફ ભાજપ સહિતની રાજકીય પાર્ટીઓ ઉમેદવારને લઈને મનોમંથન કરી રહી છે. ત્યારે ભાજપે બેઠક બાદ આજે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. પ્રથમ યાદીમાં ગુજરાતની 15 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા.
ભાજપે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. જેમાં કેન્દ્રીય પરિવહન મંત્રી નિતીન ગડકરી નાગપુરથી ચૂંટણી લડશે. જ્યારે એક દિવસ પહેલા જ મનોહરલાલ ખટ્ટરે હરિયાણાના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું. ત્યારે હવે તેમને લોકસભાની ટિકિટ આપવામાં આવી છે. મનોહરલાલ ખટ્ટર કરનાલથી લોકસભાની ચૂંટણી લડશે. તેમજ પિયુષ ગોયલને ઉત્તર મુંબઈથી ટિકિટ મળી છે. બીજી યાદીમાં ભાજપે 72 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. પ્રથમ યાદીમાં 195 અને બીજી યાદીમાં 72 ઉમેદવારો પરિણામે ભાજપે અત્યાર સુધીમાં 267 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.

ભાજપે પ્રથમ યાદીમાં 195 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. જેમાં 28 મહિલાઓ, 47 યુવા ઉમેદવારો, અનુસૂચિત જાતિ 27, અનુસૂચિત જનજાતિ 18, ઓબસી 57 એમ બધા વર્ગોના સમાજના તમામ જાતિઓને પ્રતિનિધિત્વ આ પ્રથમ લિસ્ટમાં આપવામાં આવ્યું હતું.

ઉત્તરપ્રદેશની 51, પશ્ચિમ બંગાળની 20, મધ્યપ્રદેશની 24, ગુજરાતની 15, રાજસ્થાનની 15, કેરળની 12, તેલંગાણાની 9, આસામની 11, દિલ્હીની 5, જમ્મુ-કાશ્મીરની 2, ઉત્તરાખંડની 3, અરુણાચલની 2, ગોવાની 1, ત્રિપુરાની 1, આંદામાનની 1, દમણ અને દીવની 1 બેઠક સામેલ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસી, ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગર અને ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ નવસારી બેઠક પરથી ચૂંટણી લડશે.

નોંધનીય છે કે, ભાજપ કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણી માટેના ઉમેદવારો નામ પર અંતિમ મહોર મારવા બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. દિલ્હી ભાજપના હેડક્વાર્ટર ખાતે 29મીએ લગભગ 10.45 કલાકે કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ હતી, જે મોડીરાત્રે 3.15 કલાકે સમાપ્ત થઈ હતી. આ બેઠક લગભગ સાડ ચાલ કલાક સુધી યોજાઈ હતી અને તેમાં ગુજરાત, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તરાખંડ, છત્તીસગઠ, તેલંગાણા, ગોવા અને કેરળ સહિત ઘણા રાજ્યો તેમ કેન્દ્ર શાસિત પ્રદેશોની 150થી વધુ લોકસભા બેઠક પરના ઉમેદવારોના નામ પર ચર્ચા થઈ હતી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!