GUJARATNANDODNARMADA

લોકસભામાંથી વિપક્ષી સાંસદોના સસ્પેન્શન મામલે નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા દેખાવો

લોકસભામાંથી વિપક્ષી સાંસદોના સસ્પેન્શન મામલે નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા દેખાવો

 

રાજપીપળા ગાંધી ચોક ખાતે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા દેખાવો કરાયો

 

જુનેદ ખત્રી : રાજપીપલા

 

લોકસભામાંથી 146 જેટલા વિપક્ષી સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ત્યારે આજે સમગ્ર દેશમાં કોંગ્રેસ દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો આજે નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રાજપીપળાના ગાંધી ચોક ખાતે દેખાવો કરવામાં આવ્યો હતો

 

જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રફુલભાઈ પટેલની આગેવાનીમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ગાંધીજીની પ્રતિમાને સુતરની કાંતિ પહેરાવીને સરકાર વિરુદ્ધ સૂત્રોચાર કર્યા હતા ઉપરાંત લોકશાહી બચાવો ના નારા લગાવ્યા હતા

સમગ્ર મામલે નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રફુલભાઈ પટેલે જણાવ્યું હતું કે સરકારે લોકશાહીની હત્યા કરી છે એક સાથે ૧૪૬ સાંસદોને નિલંબિત કર્યા છે જે ઇતિહાસમાં પ્રથમ ઘટના છે ગૃહ મંત્રીને લોકસભાની સુરક્ષા બાબતે વિપક્ષે સવાલ કરતા તેના જવાબમાં ૧૪૬ સાંસદોને નિલંબિત કરવામાં આવ્યા સરકારને બહુમતીનું ઘમંડ છે સરકાર બહુમતીના જોરે વિપક્ષને દબાવી રહ્યો છે તેમ તેઓએ જણાવ્યું હતું

 

બોક્ષ

 

વિપક્ષિ સાંસદોને નિલંબિત કર્યા બાદ લોકસભામાં અગત્યના બિલો પસાર કરવામાં આવ્યા. આ બિલો ઉપર ખાસ ચર્ચા કરવાની જરૂર હોય છે ત્યારે તેની ચર્ચા કર્યા વિના આ બિલો પસાર કરી દેવામાં આવ્યા અમે તેનો વિરોધ કરીએ છીએ : પ્રફુલ પટેલ , પ્રમુખ નર્મદા જિલ્લા કોંગ્રેસ

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!