GUJARATPANCHMAHALSHEHERA

શહેરા તાલુકાના શેખપુર ગામના રહેણાંક મકાનમાંથી ૧.૭૨૦ કિલોગ્રામ સૂકો ગાંજો તેમજ ખેતરમાં વાવેતર કરેલ લીલા ગાંજાના ૧૫ છોડ સાથે ગાંજાની ખેતી કરનાર ઈસમને પંચમહાલ એસ.ઓ.જી. પોલીસે ઝડપી પાડ્યો, ખેડૂત સામે નાર્કોટિક્સ એક્ટ મુજબ ગુન્હો નોંધાયો

શહેરા

નિલેશકુમાર દરજી શહેરા

પ્રાપ્ત વિગતો અનુસાર પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના શેખપુર ગામે આવેલ નાયકા ફળિયામાં રહેતા વિનુભાઈ રૂપાભાઈ નાયકા એ પોતાના ખેતરમાં ગાંજાનું વાવતેર કર્યું છે તેમજ સૂકો ગાંજાનો જથ્થો ઘરમાં રાખ્યો હોવાની ખાનગી બાતમી પંચમહાલ એસ.ઓ.જી. પોલીસ ઈન્સપેક્ટર આર.એ.પટેલને મળી હતી,આ બાતમીના આધારે એસ.ઓ.જી. પોલીસ ઈન્સપેક્ટર આર.એ.પટેલ તેમજ પોલીસ સબ ઈન્સપેક્ટર આર.એન.પટેલ સહિત એસ.ઓ.જી. ના સ્ટાફે શેખપુર ગામના નાયકા ફળીયામાં રહેતા વિનુભાઈ નાયકાના રહેણાંક ઘરમાં એકાએક તપાસ હાથ ધરતા ઘરમાંથી ૧૭,૨૦૦ ની કિંમતનો ૧.૭૫૦ કિલોગ્રામ સૂકો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો જ્યારે ખેતરમાં તપાસ કરતા ખેતરમાં મરચી,એરંડા તેમજ કપાસ જેવા અન્ય પાકની વચ્ચે લીલા ગાંજાના છોડનું વાવેતર કરેલ મળી આવતા એસ.ઓ.જી. પોલીસ દ્વારા એફ.એસ.એલ. ની મદદ લઈ ખેતરમાં વાવેતર કરેલ છોડનું પરીક્ષણ કરતા તે છોડ વનસ્પતિજન્ય લીલા ગાંજાના છોડ હોવાની ખરાઈ કરવામાં આવી હતી,જેથી એસ.ઓ.જી. પોલીસ દ્વારા ખેતરમાં વાવેતર કરેલ લીલા ગાંજાના ૧૫ જેટલા છોડનું વજન કરાવતા ૩૫૦ ગ્રામ માલૂમ પડતા રૂ.૩૫૦૦ની કિંમતનો લીલા ગાંજાનો જથ્થો કબ્જે લઈ તેનું વાવેતર કરનાર ખેડૂત વિનુભાઈ નાયકાને ઝડપી પાડી તેની વિરૂદ્ધ શહેરા પોલીસ મથકે નાર્કોટિક્સ એકટ મુજબનો ગુનો નોંધવામાં આવ્યો હતો.જોકે ગાંજા બાબતે ઝડપાયેલ ઈસમની પૂછપરછ કરતા પોતે ગાંજાનું સેવન કરતા હોય અને પોતાના ઉપયોગ માટે ઘરમાં સૂકો ગાંજો રાખ્યો હોવાની સાથે પોતાના ઉપયોગ માટે જ ખેતરમાં ગાંજાના છોડનું વાવેતર કર્યું હોવાનું જણાવ્યું હતું.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!