GUJARATHALOLPANCHMAHAL

હાલોલ:વી.એમ.શાહ ગુજરાતી મીડીયમ સ્કૂલ ખાતે ગીતા જયંતિ ની ઉજવણી કરવામાં આવી

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ

તા.૨૩.૧૨.૨૦૨૩

હાલોલ ના ગોધરા રોડ ઉપર આવેલ વી.એમ.શાહ ગુજરાતી મીડીયમ સ્કૂલ પ્રાથમિક વિભાગ (ધો-1 થી 8) માં માગશર સુદ એકાદશી ના પાવન પર્વ ગીતા જયંતિ નિમિતે “ગીતા જયંતિ” ની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં મુખ્ય અતિથિ તરીકે વડોદરા ઇસ્કોન મંદિર ના પરમ પૂજ્ય ધિરશાંત પ્રભુજી અને વી.એમ.શાહ શાળા મંડળ સેક્રેટરી સમીરભાઈ શાહ એ પોતાની હાજરી આપી આમ વડોદરા ઇસ્કોન મંદિર ના પરમ પૂજ્ય ધિરશાંત પ્રભુજી દ્વારા શાળાના બાળકો ને ગીતાજી નું મહત્વ આપવામાં આવ્યું હતું અને સાથે હરે રામા હરે કૃષ્ણ ના નાદ થી બાળકો ને કીર્તન કરાવવામાં આવ્યું હતું સાથે શાળાના બાળકો દ્વારા ગીતાજીના 18 અધ્યાય ના શ્લોક નું પઠન અને નાટક નું આયોજન કરવામાં આવ્યું હતું આમ કાર્યક્રમ ના અંતે વડોદરા ઇસ્કોન મંદિર ના પરમ પૂજ્ય ધિરશાંત પ્રભુજી તરફ થી શાળાના બાળકો જેમને શ્લોક પઠન અને નાટક માં ભાગ લીધેલ તેમને શાળાના આચાર્ય હર્ષાબેન શુકલના હસ્તે “શ્રીમદ ભગવત ગીતા” ની ભેટ આપવામાં આવી હતી આમ શાળામાં “ગીતા જયંતિ” ની ઉજવણી હર્ષોઉલ્લાસ સાથે કરવામાં આવી હતી.

 

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!