INTERNATIONAL

હેવાનિયત ની હદ પાર એક સાથે 80 જેટલી વિદ્યાર્થીનીઓને એક સાથે આપી દીધું ઝેર

તાલિબાન શાસિત અફઘાનિસ્તાનમાં મહિલા વિરોધી અત્યાચાર રોકાવાનું નામ લેતા નથી. તાલિબાનમાં બર્બરતાને ચોંકાવી દે તેવી એક ઘટના સામે આવી છે. 4 જૂનના ઉત્તરી અફઘાનીસ્તાનના સર એ પુલ પ્રાંતાં પ્રાથમિક સ્કૂલોમાં લગભગ 80 જેટલી છોકરીઓને બે અલગ અલગ પાર્ટમાં ઝેર આપી દેવામાં આવ્યું છે. ઝેરી અસરથી હાલત બગડતાં તમામ છોકરીઓને હોસ્પિટલમાં દાખલ કરાવવી પડી છે.

એક સ્થાનિક શિક્ષણ અધિકારીએ છોકરીઓને ઝેર આપવાની ઘટનાની પુષ્ટી કરી હતી. અધિકારીએ કહ્યું કે ઝેર આપનાર વ્યક્તિની પર્શનલ દુશ્મની હતી. અધિકારીએ આ ઘટના બાબતે વધુ વિસ્તારપૂર્વક નથી જણાવ્યું. સર એ પુલ ના સંગચરક જિલ્લામાં કુલ 80 વિદ્યાર્થીનીઓને ઝેર અપાયું હતું. નસવાન-એ-કબાદ અબ સ્કૂલમાં 60 વિદ્યાર્થીઓ અને નસવાન-એ-ફૈઝાબાદ સ્કૂલમાં 17 અન્ય વિદ્યાર્થીઓને ઝેર આપવામાં આવ્યું હતું. બે પ્રાથમિક શાળાઓ એકબીજાની નજીક હોય વારાફરતી નિશાન બનાવી છે. વિદ્યાર્થીઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જ્યાં તેમની હાલત સ્થિર છે.

અફઘાનમાં ઝેર આપવામાં આવેલી બાળકીઓની ઉંમર બતાવી નથી પરંતુ કહેવાઈ રહ્યું છે કે આ બાળકીઓ 1થી 6 ધોરણ ભણતી હતી. ઓગસ્ટ 2021 માં કાબુલમાં લોકશાહી રીતે ચૂંટાયેલા રાષ્ટ્રપતિ અશરફ ગનીની સરકાર બદલાયા પછી વૈશ્વિક સ્તરે અસ્વીકૃત તાલિબાન સરકારે અફઘાન મહિલાઓ અને છોકરીઓના અધિકારો અને સ્વતંત્રતાઓને ખતમ કરવાની નીતિનો મામલો બનાવી દીધો છે. પણ આવું પ્રથમ વખત બન્યું છે કે અફઘાનિસ્તાનમાં આટલી મોટી સંખ્યામાં યુવતીઓ પર જીવલેણ હુમલો કરાયો છે.

તાલિબાને સત્તામાં આવ્યા બાદ તુરંત જ છોકરીઓને છઠ્ઠા ધોરણથી આગળ સ્કૂલમાં અભ્યાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. ડિસેમ્બર 2022માં સરકારે મહિલાઓને યુનિવર્સિટીમાં જવા પર પણ પ્રતિબંધ મૂક્યો હતો. તાલિબાન અત્યાચારથી પીડિત અફઘાની મહિલાઓએ પોતે ડિસેમ્બર 2022 માં ક્લાસ અને યુનિવર્સિટીઓમાંથી હાંકી કાઢવાની કરુણતા બતાવી હતી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!