BODELICHHOTA UDAIPUR CITY / TALUKOGUJARAT

ચીનમાં ફેલાયેલી વધુ એક રહસ્યમય બીમારીને પહોંચી વળવા છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ એક્શન મોડમાં

ચીનમાં બાળકોમાં ઝડપથી વધી રહેલા શ્વસન સંબંધી રોગને કારણે ભારત સરકારે છ રાજ્યોમાં એલર્ટ જાહેર કર્યું છે, જેમા રાજસ્થાન, કર્ણાટક, ગુજરાત, ઉત્તરાખંડ, તામિલનાડુ અને હરિયાણા નો સમાવેશ થાય છે, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની સૂચના બાદ રાજ્ય સરકાર પણ હવે એક્શનમાં આવી છે, રાજ્ય સરકારે હોસ્પિટલમાં જરૂરી બેડ દવાઓ સાધન સામગ્રી ઉપલબ્ધ કરાવવા સૂચના કરવામાં આવી છે, ચીનના બાળકોમાં જોવા મળેલ શ્વસનની બીમારીને લઈ તાજેતરમાં કેન્દ્ર સરકારે સાવચેત રહેવા જરૂરી પગલાં લેવા કહ્યું હતું આ દરમિયાન હવે કેન્દ્રની આરોગ્ય મંત્રાલયની સૂચના બાદ રાજ્ય સરકારે રાજ્યની હોસ્પિટલોને આદેશ આપ્યા છે જેમાં જરૂરી બેડ દવાઓ ઓક્સિજન સહિત સામગ્રી તૈયાર રાખવા સુચના અપાઈ છે, જે અંતર્ગત આજરોજ છોટાઉદેપુર જનરલ હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર સમીર પરીખની રૂબરૂ મુલાકાત કરી પૂછતા જણાયેલ કે આમ તો એક ન્યુમોનિયા ટાઇપનો જ એક રોગ છે, રાજ્ય સરકારના આદેશ અનુસાર છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ આવી કોઈ પણ બીમારીને પહોંચી વળવા સંપૂર્ણપણે સજ્જ છે, તૈયારીના ભાગરૂપે ઓક્સિજન પ્લાન્ટની ચકાસણી બેડ જરૂરી વસ્તુઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે, આ બીમારી અંગે ગભરાવાની જરૂર નથી પરંતુ લોકોએ સાવચેતી રાખવાની ખૂબ જ જરૂર છે.

રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી

Back to top button
error: Content is protected !!