GUJARATJETPURRAJKOT

Rajkot: દાંડિયા રાસના આયોજકોને સી.પી.આર. ની તાલીમ અપાઈ

તા.૯/૧૦/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: નવરાત્રી દરમ્યાન ખેલૈયાઓને હૃદય રોગનો હુમલો આવે તો તેવા સમયે તાત્કાલિક સ્થળ પર જ તેમને સારવાર મળી રહે તે માટે કલેકટર શ્રી પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ સજ્જ રહે તે માટે જરૂરી તમામ વ્યવસ્થા કરવામાં આવશે. આ સાથે દાંડિયા રાસના આયોજકો પણ ઇમરજન્સી સારવારમાં મદદ રૂપ બની શકે તે માટે આજ રોજ પી.ડી.યુ.મેડીકલ કોલેજ, રાજકોટ ખાતે નવરાત્રીમાં દાંડીયા રાસનું આયોજન કરનાર જુદા જુદા તમામ આયોજકો માટે દાંડીયા રાસ દરમ્યાન દાંડીયાના રસિકોને અચાનક હ્રદયરોગના હુમલા સમયે દર્દીને તાત્કાલિક આપવાના થતાં CPR (CARDIO PULMONARY RESUSCITATION) અંગેની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ તાલીમનું આયોજન જીલ્લા વહીવટી તંત્ર, રાજકોટ તથા સિવિલ હોસ્પિટલના આર.એમ.ઓ.શ્રી ડૉ. આર. એસ. ત્રિવેદી તથા ડૉ.વંદના પરમારના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.

આ તાલીમમાં પ્રાંત અધિકારીશ્રી સંદિપ વર્મા, મામલતદારશ્રી રૂદ્ર ગઢવી તથા આશરે ૫૫ જેટલા આયોજકો તથા તેમના સભ્યોએ હાજર રહી તાલીમ તેમજ માર્ગદર્શન મેળવ્યું હતું.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!