BHARUCHBHARUCH CITY / TALUKO

*હીટવેવથી બચવા માટે ૧૦૮ સેવા દ્વારા આરોગ્યલક્ષી સૂચનો*

*હીટવેવથી બચવા માટે ૧૦૮ સેવા દ્વારા આરોગ્યલક્ષી સૂચનો*

——-

*છેલ્લાં એક અઠવાડિયામાં જ ભરૂચ જિલ્લામાં હીટવેવને લઈને અનેક લોકોને તાત્કાલિક સારવાર કરવામાં આવી*

———-

*ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર અને 108 સેવા હિટવેવ લડત આપવા માટે મક્કમ નિર્ધાર*

——–

ભરૂચ:મંગળવાર:ગરમીની ઋતુ ચાલું થઈ ગઈ છે. સૂર્ય દેવતાએ તેમનો પ્રકોપ બતાવવાનું ચાલુ કરી દીધું છે. પૃથ્વી પર જેમ-જેમ હરિયાળી ઓછી થઈ રહી છે અને ગ્રીન કવર ઘટતું જાય છે તેમ-તેમ ગરમીનું પ્રમાણ વધતું જાય છે. ત્યારે આ વધતી જતી ગરમી અને તાપમાંથી નાગરિકોને બચાવવા માટે 108 નું તંત્ર પણ સજાગ બન્યું છે.

ગરમીના લીધે લૂ લાગવાના તેમજ બેભાન બનવાના બનાવો વધે તે પહેલા નાગરિકોએ શું કાળજી રાખવી જોઈએ, તે માટે ૧૦૮ અને આરોગ્ય વિભાગ દ્વારા લોક ઉપયોગી સૂચનો જાહેર કરવામાં આવ્યાં છે.

જેને ધ્યાનમાં લઇને ભરૂચના નગરજનો તેમજ જિલ્લાના નાગરિકો ઉનાળાના આ બળબળતી બપોરના ધોમધખતા તડકામાંથી પોતાની જાતનું રક્ષણ કરી શકે છે અને પોતાના સ્વાસ્થ્યની જાળવણી કરી શકે છે.

આ અંગે ૧૦૮ ના પ્રોગ્રામ મેનેજર ચેતન ગાધે દ્વારા જણાવવામાં આવેલ સૂચનોમાં જણાવવામાં આવ્યું છે કે, સખત ગરમીમાં બને ત્યાં સુધી તડકામાં બહાર નીકળવાનું ટાળવું, ગરમીમાં બહાર નીકળો તો સુતરાઉ, લાંબા આખી બાયના કપડાં પહેરવાં, મોઢાથી પ્રવાહી પૂરતાં પ્રમાણમાં લેવું જોઈએ.જેમાં સાદુ પાણી, લીંબુ પાણી, છાશ વગેરેનો ઉપયોગ કરી શકાય, નાના બાળકો અને મોટી ઉંમરની વ્યક્તિઓએ ગરમીમાં બહાર ન નીકળવું જોઈએ.

આ ઉપરાંત ગરમીની પણ અસર દેખાય તો નજીકના દવાખાનામાં ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.લૂ લાગવાના ચિન્હો જણાય તો તરત જ ૧૦૮ને મદદ માટે કોલ કરવો જોઈએ. જે વ્યક્તિને લૂ લાગી હોય તેને ઠંડા વાતાવરણમાં રાખવો જોઈએ.લૂ લાગી હોય તેને પ્રાથમિક ઉપચાર માટે ઠંડા પાણીના પોતાં મૂકી શકાય, આઈસ પેક હોય તો જાંઘ અને બગલના ભાગમાં મૂકવાથી શરીરનું ઉષ્ણતામાન તરત જ નીચું લાવી શકાય છે. લેબર કરો જો તડકામાં કામ કરતાં હોય તો દર બે કલાકે છાયડામાં પંદરથી વીસ મિનિટ આરામ લેવો જોઈએ, ગરમીની ઋતુમાં બજારનો ઉઘાડો અને વાસી ખોરાક લેવાનું ટાળવું જોઇએ જેથી ઊલટી જેવી બીમારીથી બચી શકાય.

૧૦૮ સેવામાં ગરમીની ઋતુ દરમિયાન ના આવતાં કેશોને લડત આપવામાં માટે એમ્બ્યુલન્સ સેવામાં પૂરતા પ્રમાણમાં દવાઓ સાથે યોગ્ય દવાઓ જથ્થામાં રાખવામાં છે.જેમાં ગ્લુકોજ, ઓરલ રેહ્યાડ્રેશન સોલ્યુશન જેવી દવાઓ અને લૂ લાગવાના દર્દીઓ માટે તાલીમબદ્ધ કર્મચારીઓએ સાથે તત્પર અને કટિબદ્ધ રહે છે.

ભરૂચ જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયામાં જ ગરમીના લીધે પેટના દુખાવાના, ઉલટી અને ઝાડાના, શ્વાસ લેવાની તકલીફના, ઉચ્ચ રક્તચાપના, છાતીના દુ:ખાવાનાં, ગંભીર માથું દુખાવાના, નાક માંથી લોહી પડતું કિસ્સાઓ સામે આવ્યાં છે. જેની ૧૦૮ તાત્કાલિક સેવા દ્વારા સારવાર કરવામાં આવી છે.

આ રીતે ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર અને ૧૦૮ સેવા હિટવેવ લડત આપવા માટે તૈયાર રહતો હોય છે.

વાત્સલયમ સમાચાર

મહેન્દ્ર મોરે ભરૂચ

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!