ARAVALLIMEGHRAJ

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના વિભાજિત ગ્રામપંચાયતોની કુલ બેઠકો અને અનામત બેઠકો જાહેર 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના વિભાજિત ગ્રામપંચાયતોની કુલ બેઠકો અને અનામત બેઠકો જાહેર

મેઘરજ તાલુકાના વાઘપુર અને મોટી મોરી ગામ માટે ગ્રામપંચાયતના વોર્ડ સીમાંકન અને બેઠકો ફાળવણી માટે કરાયા મુસદ્દારૂપ આદેશ

રાજ્ય સરકારશ્રીના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના જાહેરનામા ક્રમાંક: No.KP/4 OF 2023/VBN/122023 /3/CH, તા.૧૬/૦૧/૨૦૨૩ થી અરવલ્લી જિલ્લાની મેઘરજ તાલુકાની વાઘપુર ગ્રામ પંચાયતનું વિભાજન કરતાં નવી અસ્તિત્વમાં આવેલી (૧) વાઘપુર ગ્રામ પંચાયત અને (૨) મોટીમોરી ગ્રામ પંચાયતના વોર્ડ સીમાંકન અને બેઠકો ફાળવણી અંગેના મુસદ્દારૂપ આદેશ તા. ૨૯/૦૪/૨૦૨૩ના રોજ સબંધિત ગ્રામ પંચાયત કચેરી, મામલતદાર કચેરી, મેઘરજ તથા કલેક્ટર કચેરી, અરવલ્લી-મોડાસાએ પ્રસિધ્ધિ કરવામાં આવેલ છે.

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના સબંધિત ગ્રામ પંચાયતોના ગ્રામજનોને જણાવવામાં આવે છે કે, ગુજરાત ગ્રામ પંચાયત ચૂંટણી નિયમો (અનામત બેઠકોની વારાફરતી ફાળવણીની રીત), ૧૯૯૪ની જોગવાઈ અનુસાર ઠરાવ્યા પ્રમાણે મુસદ્દારૂપ આદેશની પ્રસિધ્ધિની તારીખથી દિન-૧૦(દસ) માં મળી જાય તે રીતે સુચનો મામલતદાર કચેરી, મેઘરજને મોકલી આપવાના રહેશે. સમયમર્યાદા બહાર મળેલ સૂચનો ધ્યાને લેવામાં આવશે નહિ, તેની જાહેર જનતાએ નોંધ લેવા વિનંતી છે

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!