BANASKANTHAGUJARATPALANPUR

પાલનપુર બી.કે.કેળવણી મંડળ સંચાલિત કોલેજમાં ડિપાર્ટમેન્ટ ઓફ બોટની દ્વારા રીસર્ચ પેપર તૈયાર કરવા અંગેના કાર્યક્ર્મ નું આયોજન કરવામાં આવ્યું

6 ડિસેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આર. આર. મેહતા કોલેજ ઓફ સાયન્સ એન્ડ સી. એલ. પરીખ કોલેજ ઓફ કોમર્સમાં તારીખ 5મી ડીસેમ્બર,2023ના રોજ ડિપાર્ટમેન્ટ ઓફ બોટની દ્વારા એક “Invited Talk” નું MOU અંતર્ગત આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં વક્તા તરીકે પાટણ ની એમ. એન. સાયન્સ કોલેજ ના સિનિયર પ્રો. ડૉ. નરેન્દ્રભાઈ કે. પટેલ (પ્રેસિડેન્ટ BAAG, બોટનિકલ એડવાન્સ એસોસિયેશન ઓફ ગુજરાત) દ્વારા વિદ્યાર્થીઓને “How to write research paper” વિષય પર માહિતગાર કર્યા. તેટલુંજ નહિ, તેઓ દ્વારા વિવિધ આંતરરાષ્ટ્રીય જર્નલ તથા પેન્ટન્ટ અને ડિઝાઇન વિષેની પણ રસપ્રદ માહિતી વિદ્યાર્થીઓને પૂરી પાડી. આ સમગ્ર કાર્યકમમાં બી એસ સી બોટની સેમ 6, એમ. એસ સી. બોટનીના તમામ વિધાર્થીઓ લાભાન્વિત થયાં. કાર્યક્રમ ને સફળ બનાવવામાં ડૉ. એન.કે. પટેલ સાહેબના પી.એચ. ડી. સ્કોલરસ શ્રી મેહુલભાઇ તથા શ્રી ઇન્દ્રજીતસિંહનો ખુબ મહત્વનો ફાળો રહ્યો. કાર્યક્રમમાં સંસ્થા ના પ્રિન્સીપાલ ડૉ. વાય. બી. ડબગર સાહેબે પરોક્ષ શુભેચ્છા અને આશીર્વાદ પાઠવ્યા. કાર્યકમનો અંત આભાર વિધિ તથા સમૂહ રાષ્ટ્રગાન દ્વારા કરવામાં આવ્યો. સમગ્ર કાર્યકમ નું સફળ આયોજન પી જી. વિભાગ ના ઇન્ચાર્જ ડૉ. જે. એન. પટેલ, વિભાગીય અધ્યક્ષ ડૉ. એમ. કે. પટેલ, આસી. પ્રો. ડૉ. ધ્રુવ પંડ્યા, કું. અંકિતા કુગશિયા, કું. અમી પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું કે જેમાં ટી વાય બોટની ના વિદ્યાર્થી સ્વયંસેવકોનું મહત્વનું યોગદાન રહ્યું.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!