GUJARATSURENDRANAGARWADHAWAN

Surendra : સુરેન્દ્રનગર શહેરમાં હડકાયા શ્વાનનો આંતક સામે આવ્યો છે.

તા.27/09/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર શહેરના ટાવર ચોક વિસ્તારથી લઈ અને હેન્ડલુમ વિસ્તાર સુધીમાં 100 લોકોને હડકાયું કૂતરું કરડ્યું છે જો કે આ તમામને સારવાર માટે સુરેન્દ્રનગરની સરકારી ગાંધી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે ત્યારે સાંજનો સમય હોવાના કારણે શેરીમાં નાના બાળકો બહાર રમી રહ્યા હતા તે દરમિયાન હડકાયા કૂતરાનો આંતક સામે આવ્યો છે 100 લોકોને આ કૂતરો કરડ્યું છે જે પૈકી 58 થી વધુ ભોગ બનનાર છે તે 5 વર્ષથી નાની વયના બાળકો હોવાનું સામે આવ્યું છે આજ સંદર્ભે સુરેન્દ્રનગરની મહાત્મા ગાંધી હોસ્પિટલમાં તાત્કાલિક વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે તમામને સારવાર માટે રાખવામાં આવ્યા છે હડકાયા કુતરા કરડવાના ઇન્જેક્શન આપવામાં આવ્યા છે રસિઓ આપવામાં આવી છે અને જે રજા ઉપર હતો તે સ્ટાફને પણ ગાંધી હોસ્પિટલમાં પરત બોલાવી લેવામાં આવ્યો છે એક સાથે 100 થી વધુ લોકોને કૂતરું પડ્યું હોવાના કારણે હાહાકાર મચ્યો છે આ કૂતરાને તાત્કાલિક પાંજરે પુરવામાં આવે તેવી લોકોને માંગણી ઉઠી છે હાલની પરિસ્થિતિ મુજબ સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલ નાના બાળકોની ચીચીયારી થી ગુંજી ઉઠી છે સુરેન્દ્રનગર સિવિલ સર્જન પણ આ બનાવને લઇ અને ગાંધી હોસ્પિટલ ખાતે દોડિયા છે અને આ અંગે તપાસ કરવામાં આવી રહી છે હજુ પણ કેસો સંખ્યામાં વધારો થઈ રહ્યું છે પાલિકાએ આ કૂતરૂ હજુ સુધી પાંજરે પુર્યું નથી સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકા દ્વારા હાલની પરિસ્થિતિ મુજબ કોઈપણ પ્રકારની આ મુદ્દે કાર્યવાહી કરવામાં આવી નથી કૂતરું 100 થી વધુ લોકોને કરડ્યું છે છતાં પણ તેના પકડવાની કોઈ વ્યવસ્થા પાલિકા પાસે નથી સુરેન્દ્રનગરની દુધરેજ સંયુક્ત નગરપાલિકા ગુજરાતની એ ગ્રેડની નગરપાલિકા ગણવામાં આવે છે છતાં પણ ઢોર પકડવાના સાધનો નથી અને આવા હાડકાયા કુતરા પકડવાના પણ સાધનો પાલિકા પાસે ઉપલબ્ધ ન હોવાની વિગતો જાણવા મળી રહી છે 100 થી વધુ લોકોના શ્વાન કરડયું છે છતાં પણ હજુ આ શ્વાન ને પાલિકા પકડી શકતી નથી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!