DAHOD

દાહોદ જીલ્લામાં ક્ષયના નિદાન અને સારવારની આધુનિક સેવાઓ બાબતે માહિતી માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો

તા23.02.2023

વાત્સલ્યમ સમાચાર

અજય સાંસી દાહોદ

દાહોદ જીલ્લામાં ક્ષયના નિદાન અને સારવારની આધુનિક સેવાઓ બાબતે માહિતી માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો

દાહોદ, તા. ૨૩ : રાષ્ટ્રિય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન અને આયુષ તબીબ માટે ટીબી રોગ વિશેના અધ્યતન જાણકારી દાહોદના ખાનગી તબીબો સુધી પહોંચે તે માટે સીએમઇનું આયોજન ગત તા. ૨૨ ના રોજ ઇન્ડિયન રેડક્રોસ ભવન ખાતે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ડીડીઓ નેહાકુમારી સહિતના અધિકારીશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા

આ કાર્યક્રમ માં જીલ્લામા અને દાહોદમાં હાલમાં ટીબીની વાસ્તવિક પરિસ્થિતિ શું છે અને તેમા સરકારની વિવિઘ સૂચનાઓ અન્વયે ટીબી રોગની સારવાર નિદાનમાં ખાનગી તબીબો કઈ રીતે પોતાનું પ્રદાન કરી શકે તે માટે રાજ્ય કક્ષાએથી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના કન્સલ્ટન્ટ ડૉ જયદીપ ઓઝા એ ડેઇલી રેજીમેન, જીન એક્સપર્ટ, CNBAAT, ટ્રુ નાટ, MDR ટીબીની સારવાર વિશે અદ્યતન અને વિસ્તૃત માહીતી પુરી પાડી હતી

ભારત સરકાર આરોગ્ય વિભાગના નોટિફિકેશનથી ખાનગી તબીબો દવારા તમામ ટીબીના દર્દીઓનું રજીસ્ટ્રેશન નિક્ષયમાં થાય તે માટેની વધુ જાણકારી આપી હતી તથા નિક્ષય મિત્ર બની દર્દી ને દત્તક લઈ પોષણ અભિયાન વિષે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી

આ કાર્યક્રમમાં વર્ષ ૨૦૨૨ માં દર્દીઓના વધુ નોટિફિકેશન કરનાર ૭ ખાનગી તબીબો ડૉ શીતલ શાહ મહાવીર હોસ્પિટલ, ડૉ એસ એમ જૈન સુભમ હૉસ્પિટલ, ડૉ નીતિન ગાંધી ગાંધી ચિલ્ડ્રન હૉસ્પિટલ, ડૉ રવિન્દ્ર હડકસિંઘ ઓમ હૉસ્પિટલ, ડૉ ઈઝહાર શેખ ઈઝહાર ક્લીનીક, ડૉ હિતેન્દ્ર તિતરિયા વેદાયું ક્લિનિક, ડૉ નિલય દેસાઈ શ્રીજી ક્લિનિક ને એપ્રીશિએશન સર્ટીફીકેટ જીલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહા કુમારી, ડીઆરડીએ ડાયરેક્ટર બી. એન. પટેલ અને મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ શિલ્પા યાદવ અને મુખ્ય જીલ્લા તબીબી અધિકારી સહ સિવિલ સર્જન ડૉ એન. એસ. હાંડાના હસ્તે આપવામાં આવ્યાં હતા. કાર્યક્રમમાં RCHO,EMO QAMO THO અને ખાનગી તબીબો ઉપસ્થિત રહ્યાં હતાં

વધુમાં જીલ્લા વિકાસ અધિકારી દ્વારા ખાનગી તબીબોને અન્ય આરોગ્યના કાર્યક્રમ ફેમેલી પ્લાનિંગ ન્યુટ્રીશન આયુષમાન ભારત યોજના બાબતે ઊંડાણપૂર્વક વાત કરી જે દાહોદ જીલ્લો અન્ય જીલ્લાની સરખામણીએ સાક્ષરતા દર ખુબ જ નીચો છે જેનાં કારણે અહીંની સ્થાનિક પ્રજાને પુરતું જ્ઞાન નથી. જેના કારણે ખાનગી તબીબો દ્વારા જે પણ સલાહ સૂચન આપવામાં આવશે તે દર્દી તેનો અમલ કરશે અને ભોજનમાં કયો પોષ્ટિક આહાર લેવો તેના પર પણ ખૂબજ ભાર મૂકવામાં આવ્યો

આઇએમએ પ્રમુખ ડૉ કેતન પટેલ દ્વારા નીક્ષય મિત્ર બનીને જે પોષણ અભિયાન ચાલે છે. તેમાં તેમના દ્વારા અને તેમની પુરી ટીમ દ્વારા ૫૦ પોષણ કીટ ટીબીના દર્દીઓને આપવાની જાહેરાત કરી હતી અને પ્રધાનમંત્રીના ટીબીમુકત ભારત અભિયાન ૨૦૨૫ સફળ બનાવવા માટે સૂચનાઓનો અમલ કરવાની ખાતરી આપી હતી

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!