HALOLPANCHMAHAL

હાલોલના પાવાગઢ રોડ પર પતંગની દોરી ગળે ભરાઈ જતાં બાઈક ચાલક ઈજાગ્રસ્ત.

તા.૧૨.જાન્યુઆરી

વાત્સલ્યમ સમાચાર

કાદીર દાઢી.હાલોલ

હાલોલના પાવાગઢ રોડ પર ગાયત્રી મંદિર પાસે બાઈક ચાલક યુવાનનું પતંગ ની દોરી ગળે ભરાઈ જતાં ઈજાગ્રસ્ત થવા પામ્યો હતો પ્રાપ્ત માહિતી મુજબ હાલોલ નગરનાં આમ્રપાલી સોસાયટીમાં રહેતા કમલેશભાઈ સિસોદિયા પોતાની બાઈક લઇને પાવાગઢ રોડ પર થી ઘરે પરત ફરી રહ્યા હતા દરમ્યાન ગાયત્રી મંદિર પાસે રોડ પર અચાનક પતંગ ની દોરી તેઓના ગળે ભરાઈ જતાં તેઓનું ગળું ચિરાઈ જવા પામ્યું હતું જ્યારે કમલેશભાઈ ઈજાગ્રસ્ત થતાં લોહી નીકળતી હાલતમાં જ બાઈક લઈને હાલોલ ની ખાનગી હોસ્પીટલ માં પહોચ્યા હતા અને ડોકટર દ્વારા તેઓના ગળા માં સ્તીચ લેવામાં આવતા તેઓની તબિયત હાલ સુધારા પર હોવાનું જાણવા મળી રહ્યું છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!