SINOR

માલસર અને અશા નર્મદા નદી પર 225 કરોડ ના ખર્ચે બ્રિજ બની તૈયાર થતા નાના વાહનો માટે બ્રિજ ચાલુ કરવા માંગ ઉઠતા ધારાસભ્ય અક્ષય પટેલે અધિકારી ઓ સાથે મુલાકાત લીધી

શિનોર તાલુકા માંથી પસાર થતી નર્મદા નદી પર માલસર – આશા બ્રિજ લોકોની વર્ષો જૂની માંગ ને લઈ સરકાર દ્વારા ૨૨૫ કરોડ મજૂર કરતા ત્રણ વર્ષ ના સમય ગાળા માં બ્રિજ ની સંપૂર્ણ કામગીરી હાલ પૂરી થઈ ગઈ છે. ત્યારે બ્રિજ ના બંને કિનારા ના નજીકના ગામો ના લોકો દ્વારા બ્રિજ નું લોકાર્પણ થાય ત્યાં સુધી નાના ટું વ્હીલર અને ફોર વ્હીલર વાહનો ને પસાર થવા દેવા માટે માંગ ઊઠી હોય.

આ બાબતે શિનોર – કરજણ ના ધારાસભ્ય અક્ષય પટેલ ને પણ રજૂઆત કરાઈ હતી. આજ રોજ ધારાસભ્ય અક્ષય પટેલ, સહકારી આગેવાન વિકાસ પટેલ, ગંધારા સુગર ના ચેરમેન જીતુભાઈ પટેલ માલસર – આશા બ્રિજ ની કામગીરી ની સમીક્ષા કરવા અને મુલાકાતે આવતાં માર્ગ મકાન ના અધિકારી થોરાત, સિગલા કંપની ના સૈની સાથે મુલાકાત કરી બ્રિજ હવે લોકાર્પણ માટે તૈયાર હોવાનું જણાવ્યું હતું. બ્રિજ ના લોકાર્પણ માટે ધારાસભ્ય અક્ષય પટેલ દ્વારા ગુજરાત ના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ને પત્ર લખી બ્રિજ નુંકામ પૂર્ણ થયું હોય અને આ બ્રિજ નું લોકાર્પણ થાય તો વડોદરા જિલ્લા, ભરૂચ અને નર્મદા જિલ્લા ના પ્રજાજનો ને અવર જવર કરવામાં સરળતા રહેશે અને વાહન વ્યવહાર પણ ઝડપથી થાય તેમ હોય આ બ્રિજ નું લોકાર્પણ માટે સમય માંગતો પત્ર લખી ધ્યાન દોર્યું છે. ત્યારે હવે ટૂંક સમય માં આ બ્રિજ નું લોકાર્પણ થશે તેવી આનંદ ની લાગણી સાથે લોકો આશા સેવી રહ્યા છે.
ફૈઝ ખત્રી…શિનોર

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!