DAHOD CITY / TALUKOGUJARAT

સિંગવડ તાલુકાના નજીક આવેલા એક ગામમાંથી પીડિત મહિલાએ ફોન કરી અને 181 મહિલા હેલ્પલાઇનની મદદ લીધી હતી

તા.૦૭.૦૩.૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Singvad:સિંગવડ તાલુકાના નજીક આવેલા એક ગામમાંથી પીડિત મહિલાએ ફોન કરી અને 181 મહિલા હેલ્પલાઇનની મદદ લીધી હતી

 

ત્યારબાદ મહિલાએ જણાવેલ સરનામા પહોંચ્યા બાદ કાઉન્સિલિંગ દરમિયાન જાણવા મળેલ કે તેઓના મેરેજ થયા અને બે વર્ષ થયા હતા અને તેઓને એક નાનું બાળક હતું તેઓના પતિ બહારગામ કામ કરવા માટે જતા હતા અને ત્યાં જ રહેતા હતા પીડિતા જણાવે છે કે તેઓના પતિનું બીજી વ્યક્તિ અફેર જોડે છે તેના કારણે તેઓ મારી જોડે વાતચીત કરતા નથી અને મારા બાળકને પણ કઈ વસ્તુ લઈ આપતા નથી અને મારા જોડે પણ વાત નથી કરતા તેમજ મારો ફોન નંબર તેઓના ફોનમાં બ્લોક કરેલ છે. તેમજ તેઓ ઘરે તેઓના સાસરી પક્ષ જોડે રહેતા હતા તેઓના સાસરીપક્ષ પણ તેઓને ઘરે રાખવાનો માંગતા હતા જેથી તે પીડિતા કંઈ કામ કરતા નથી તેમ કરી પીડતા જોડે તેઓના જેઠ પણ વારંવાર તેઓ જોડે ઝઘડા કરતા હતા અને તેઓને ઘરમાંથી નીકળી અને જતી રહે તેમ પણ બોલતા હતા. પીડીતા જણાવે છે કે તેઓએ તેઓની જાતે જ લગ્ન કર્યા હતા તેઓના પરિવારના સભ્યો તેના લગ્ન તે સહમત ના હોવાના કારણે તેઓ તેઓના ઘરે પણ જતા નથી અને તેઓને તેઓના પિયર પક્ષનો પણ કોઈ સપોર્ટ નથી. તેઓના સાસરી પક્ષ તેમના પતિનું જે વ્યક્તિ જોડે અફેર છે તે વ્યક્તિ જોડે વાતચીત પણ કરે છે અને તેઓને લાવવા માટે તેઓના પરિવારના મારી જોડે વારંવાર આ રીતના વ્યવહાર કરે છે

જેથી પીડિતાના પતિ જોડે ફોન પર વાત કરી અને તેઓને પણ સમજાવ્યા કે તેઓ પીડિતાને પ્રેમ લગ્ન કરી અને પોતાના ઘરે લાવ્યા છે તો તેઓ પ્રેમથી રહે અને તેઓના પરિવારની જવાબદારી સમજે અને તેઓના બાળકોને પણ તેઓની જરૂરિયાત પૂરી પાડે. અને અન્ય સ્ત્રી જોડે કોઈ આડા સંબંધ રાખે નહીં. પીડિતાના સાસરી પક્ષને અને તેઓના જેઠને પણ જણાવેલ કે તમે પીડિતા જોડે આવી રીતના વ્યવહાર ના કરી શકો અને તમે પ્રેમથી કહો તો ગમે તે વ્યક્તિ તમારી વાત સાંભળે તમે ઊંચા આવજે બોલી અને કામ કરાવો તે યોગ્ય નથી તમને પીડીતાથી કંઈ પ્રોબ્લેમ હોય તો તમે ડાયરેક્ટ તેઓના પતિને કહો જેથી તેમના પતિ પીડિતાને સમજાવશે પણ તમે આ રીતના પીડિતા તા જોડે વાત ના કરી શકો. જેથી પીડિતાના જેઠની અને તેઓના સાસરી પક્ષની બાહેધરી લઈ અને તેમના સમાજના વડીલો અને પંચ દ્વારા તેઓના પરિવારને સમજાવી અને સુખદ સમાધાન કરેલ છે

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!