HALOLPANCHMAHAL

હાલોલ:વિઠ્ઠલ ફળિયામાં ૬૦ વર્ષ જૂની પ્રાથમિક શાળાનું મકાન તોડી પાડવામાં આવ્યું.

તા.૨૭.મે

વાત્સલ્યમ સમાચાર

કાદીર દાઢી.હાલોલ

હાલોલનાં વિઠ્ઠલ ફળિયામાં આવેલી ગુણવંતલાલ ચુનીલાલ પ્રાથમિક શાળાનું આશરે 60 વર્ષ જૂનું બિલ્ડીંગ શિક્ષણ વિભાગ દ્વારા તોડી પડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.આ બિલ્ડીંગ ની જગ્યા નવી ઈંગ્લીશ સ્કૂલ નું બિલ્ડીંગ બનાવવાનું હોવાનું જાણવા મળી આવ્યું છે. આ પહેલા વર્ષો અગાઉ જિલ્લા પંચાયતનું સરકારી દવાખાનું હતું તે જમીનમાં નવું અધ્યતન બિલ્ડીંગ બનાવીને આ શાળાના વિદ્યાર્થીઓને નવા બિલ્ડીંગમાં સુવિધા બિલ્ડિંગમાં આ શાળા શરૂ કરવામાં એક વર્ષ પહેલા આવી હતી પરંતુ આ જૂનું બિલ્ડીંગ બનાવવામાં જે તે સમયના નગર પંચાયતના માજી પ્રમુખ સ્વર્ગીય સતિષભાઈ પરીખ અને શાળા સમિતિના ચેરમેન સ્વર્ગીય રાવજીભાઈ પટેલ મંત્રી અને આજ શાળાના વાંચી શિક્ષક લક્ષ્મણભાઈ તથા વિઠ્ઠલ ફળિયાના રહીશો અને ઉધાર દાતા ગુણવંતલાલ ચુનીલાલ પરીખના સહયોગથી 60 વર્ષ પહેલા આ બિલ્ડિંગ બનાવવામાં આવ્યું હતું એક સમય એવો હતો કે આ શાળા વિઠ્ઠલ ફળિયામાં એક આંબલીના વૃક્ષ નીચે અને કાચા પતરાવાળા બે ઓરડામાં ચાલતી હતી એ વખતે આ શાળામાં ભણેલા અને હાલ હયાત વિદ્યાર્થીઓ બિલ્ડીંગ ટોડાગા ભૂતકાળના ભૂતકાળના સંસ્મરણો વાગોડી બિલ્ડીંગને તૂટતું જોઈએ વસવસો અનુભવી રહેલા જોવા મળ્યા હતા.60 વર્ષ પહેલા માત્ર 20 એક વિદ્યાર્થી ૧ થી ૪ ધોરણ અને બે શિક્ષક સાથે શરૂ થઈ થઇ હતી.જ્યારે શાળામાં આજે 1000 કરતા વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. તંત્ર વાહકોનું કહેવું છે કે આ શાળાનું બિલ્ડીંગ મા તિરાડો પડી ગઈ હતી અને જર્જિત હાલતમાં થઈ ગયું હતું આ શાળાના વિદ્યાર્થીઓને અભ્યાસ માટે નવું અધતન બિલ્ડીંગ એક વર્ષ અગાઉ તૈયાર કરી દેવાયું છે અને આ જગ્યા નો ઉપયોગ પણ અંગ્રેજી માધ્યમની સરકારી શાળા માટે બિલ્ડીંગ બનાવી કરવામાં આવશે એવું જાણવા મળી રહ્યું છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!