MORBIMORBI CITY / TALUKO

મોરબીમાં મધ્યાહન ભોજન યોજના અંતર્ગત જિલ્લાકક્ષાની કુકિંગ કોમ્પિટિશન યોજાઈ

મોરબીમાં મધ્યાહન ભોજન યોજના અંતર્ગત જિલ્લાકક્ષાની કુકિંગ કોમ્પિટિશન યોજાઈ માધાપરવાડી કન્યા શાળા મોરબી ખાતે વિવિધ વાનગીઓ બનાવી સ્પર્ધા યોજાઈ ઘર વપરાશ અને મધ્યાહ્નન ભોજનમાં બાજરાના ઉપયોગને પ્રોત્સાહન આપવા બાજરાની વાનગી બનાવાઈ પ્રથમ નંબર મોરબી,દ્વિતીય માળીયા અને તૃતીય નંબર ટંકારા તાલુકાએ પ્રાપ્ત કર્યો

મોરબી સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે સરકાર દ્વારા પી.એ.પોષણ મધ્યાહ્નન ભોજન કાર્યરત છે, આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને કેવી રીતે વધુમાં વધુ પોષણયુક્ત વાનગી આપી શકાય?વધુમાં વધુ વિદ્યાર્થીઓ મધ્યાહ્નન ભોજનનો લાભ લે તેમજ હાલમાં ભોજનમાં બાજરાનો ઉપયોગ ખુબજ ઓછો થઈ ગયો છે ત્યારે બાજરાનો ઉપયોગ લોકો વધુને વધુ કરે અને એમડીએમમાં પણ બાજરાનો ઉપયોગ કરીને કેવી કેવી વાનગી બનાવી શકાય ? એ માટે મામલતદાર કચેરી,મધ્યાહ્નન ભોજન શાખા દ્વારા અત્રેની માધાપરવાડી કન્યા શાળા ખાતે પી.એમ.પોષણ અંતર્ગત શાળાઓમાં ચાલતા મધ્યાહ્નન ભોજનના રસોડાના સંચાલક કુકિંગ સ્ટાફ માટે કુકિંગ કોમ્પિટિશમાં મોરબીમાંથી પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર મિત્તલબેન રાધુરા, માળીયામાંથી મેર સારબાઈ હાસમ ભાઈ અને રજીયાબેન હનીફભાઈ જેડા ટંકારા તાલુકામાંથી પી.ટી.ભગદે, અને એમ.એ.પરમાર, વાંકાનેર તાલુકામાંથી રમીલાબેન ગોસ્વામી અને મયુરીબેન આચાર્ય, હળવદમાંથી હેતલબેન વૈષ્ણવ અને ધર્મિષ્ઠાબેન વૈષ્ણવ વગેરે પ્રથમ અને દ્વિતિય નંબર પ્રાપ્ત કરનાર સ્પર્ધકોએ બાજરાના લોટમાંથી બનાવેલ મુઠીયા, વઘારેલો રોટલો,ઢોકળા, મસાલા રોટલો વગેરે વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી હતી કુલ 6 નિર્ણાયકોએ તમામ સ્પર્ધકોની વાનગીઓનું ઝીણવટ પૂર્વક નિરીક્ષણ કર્યું હતું અને કુલ 600 માર્કમાંથી પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર નક્કી કર્યા હતા પ્રથમ નંબર મિત્તલબેન રાધુરા લૂંટાવદર શાળાને 10000/- રૂપિયા, મેર સારબાઈ હસમભાઈ દ્વીતીય નંબરને 5000/- રૂપિયા અને તૃતીય નંબર પી.ટી.ભગદેવને 3000/- રૂપિયાના ચેકથી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા.

સ્પર્ધામાં ડી.સી.પરમારની ઉપસ્થિતમાં મયુરીબેન ઉપાધ્યાય સીડીપીઓ, પાયલબેન ડાંગર,યોગેશભાઈ ડાભી,વિદ્યાર્થીના વાલી,શૈલેષભાઈ કાલરીયા સી.આર.સી. કો.ઓ. કો.ઓર્ડીનેટર કાળુભાઈ વી.પરમાર અધ્યક્ષ એસ.એમ.સી. વગેરે દિનેશભાઈ વડસોલા અધ્યક્ષ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ વગેરેએ નિર્ણાયક તરીકે તમામ વાનગીઓનું ઝીણવટપૂર્વક અવલોકન કરીને કુલ 600 ગુણમાંથી ગુણ આપ્યા હતા, મધ્યાહ્નન ભોજન કચેરીના સ્ટાફ ધ્વનિબેન તેમજ જયેશભાઈ જાની તેમજ મહાદેવભાઈ ઉંટવડિયા,બળવંતભાઈ સનારીયા, ચંદુભાઈ વ્યાસ મધ્યાહ્નન ભોજન સંચાલક મંડળના કાર્યકર્તા વગેરેએ ખુબજ જહેમત ઉઠાવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન, આયોજન, વ્યવસ્થાપન દિનેશભાઈ વડસોલાએ કર્યું હતું.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

Back to top button
error: Content is protected !!