GUJARATIDARSABARKANTHA

હિંમતનગરના ટાવર ચોક પાસે રાખી મેળા નો આયોજન કરવામાં આવ્યું

સાબરકાંઠા…

સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર ખાતે ટાવર ચોકમાં રાખી મેળામાં નગરપાલિકા પ્રમુખ યતિનબેન મોદીના વરદ હસ્તે જિલ્લા કક્ષાના રાખી મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રદેશ ઉપાધ્યક્ષ કૌશલ્ય કુંવર બા પરમાર ઉપસ્થિત રહ્યા હતા…

હિંમતનગરના ટાવર ચોક પાસે રાખી મેળા નો આયોજન કરવામાં આવ્યું હતું. પાલિકા પ્રમુખ અને પ્રદેશ ઉપાધ્યક્ષ ના હસ્તે રેબિન કાપીને રાખી મેળા નો ઉદ્ઘાટન કરવામાં આવ્યો હતો. જોકે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન તથા શહેરી આજીવિકા મિશન અંતર્ગત કાર્યરત મહિલા સ્વ સહાય જૂથોને વિવિધ તાલીમો થકી કૌશલ્ય વર્ધન કરી તેમનું આજીવિકાલક્ષી વિવિધ પ્રવૃત્તિઓ સાથે જોડાણ કરવામાં આવે છે. આ જૂથોને યોગ્ય બજાર મળી રહે તે માટે સમયાંતરે વિવિધ સરસ મેળાઓ તેમજ અન્ય સ્થાનિક મેળાઓનું આયોજન પણ કરવામાં આવે છે. આ વર્ષે રક્ષાબંધનના પર્વ નિમિત્તે નગરપાલિકા હિંમતનગર તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી સાબરકાંઠાના સંયુક્ત ઉપક્રમે હિંમતનગર ટાવર ચોક ખાતે 21 થી 29 ઓગસ્ટ સુધી રાખી મેળાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં વિવિધ સખી મંડળો દ્વારા પોતાના ઘરે બનાવેલી રાખડીઓના વેચાણ અર્થે કુલ 20 સ્ટોલ ઉભા કરવામાં આવેલ છે…

જયંતિ પરમાર સાબરકાંઠા

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!