GUJARATNAVSARI

Navsari: ઉમેદવારોના ખર્ચના હિસાબો રજૂ કરવા નવસારી જિલ્લામાં હિસાબી અધિકારીઓ નિમાયા..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી

આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી તા.૦૭/૦૫/૨૦૨૪ ના રોજ યોજાનાર છે અને મતગણતરી તા.૦૪/૦૬/૨૦૨૪ ના રોજ થનાર છે.  ચૂંટણી દરમ્યાન વિવિધ રાજકીય પક્ષો તથા ઉમેદવારો તરફથી કરવામાં આવતા ખર્ચ ઉપર અસરકારક અંકુશ રાખવા માટે ફ્લાઈંગ સ્ક્વોડ અને સ્ટેટેસ્ટીક સર્વેલન્સ ટીમની રચનાઓ કરવામાં આવી છે. ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન જાહેર જનતા તેમજ સાચી વ્યક્તિને અગવડતા ન પડે તે હેતુસર અને તેમની નાણાકીય અંકુશ બાબતેની કોઇ ફરીયાદો હોય, તો તેના નિવારણ માટે કમિટીની રચના કરવાની રહે છે.
નવસારી જિલ્લામાં સમાવિષ્ટ ૧૭૪-જલાલપોર, ૧૭૫- નવસારી, ૧૭૬-ગણદેવી(અ.જ.જા.) તથા ૧૭૭-વાંસદા (અ.જ.જા.) વિધાનસભા મતદાર વિભાગમાં પોલીસ, સ્ટેટેસ્ટીક સર્વેલન્સ ટીમ તથા ફલાઇંગ સ્કવોર્ડ દ્વારા જપ્ત કરવામાં આવેલા રોકડ રકમના કેસોમાં થતી ફરિયાદો નિવારણ માટે નવસારી જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ક્ષિપ્રા એસ. આગ્રેએ ફરીયાદ નિવારણ કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટીમાં ખર્ચ અને નિયંત્રણ માટે નોડલ અધિકારી તરીકે જિલ્લા વિકાસ અધિકારીશ્રી નવસારી, નિયામકશ્રી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નવસારી તથા  જિલ્લા તિજોરી અધિકારીશ્રી, નવસારીનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ કમિટી પોલીસ, સ્ટેટેસ્ટીક સર્વેલન્સ ટીમ તથા ફ્લાઇંગ સ્ક્વોર્ડ દ્વારા બનાવવામાં આવેલ દરેક સીઝર કેસની સુઓમોટો તપાસ કરશે. આવા સીઝર કેસો સામે જો કોઇ FIR/ફરીયાદ થયેલ ન હોય અથવા તપાસ દરમિયાન આ સીઝર કોઈ ઉમેદવાર, રાજકીય પાર્ટી કે ચૂંટણી જાહેરાત સાથે જોડાયેલ ન હોવાનું જણાય તો, આવા કેસોની રોકડ રકમ તાત્કાલિક મુક્ત કરવા હુકમ કરી શકશે તથા કમિટીએ સીઝર અંગેના દરેક કેસો જોવા તથા તેમાં નિર્ણય લેવા અંગે સુચના આપવામાં આવી છે.

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!