GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:”સ્વચ્છતા એજ સેવા” અભિયાનની વાતો વચ્ચે મોરબી શહેર બન્યું ઉકરડા નગરી

“સ્વચ્છતા એજ સેવા” અભિયાનની વાતો વચ્ચે મોરબી શહેર બન્યું ઉકરડા નગરી

મોરબી શહેરને સ્વચ્છ કરવાની જગ્યાએ મોરબી નગરપાલિકા ના સદસ્યોએ પાલિકાની તિજોરી સાફ કરી !!!

રાજ્ય અને કેન્દ્રને સૌથી વધુ ટેક્સ આપતા શહેરની “એ”ગ્રેડની નગરપાલિકાની કામગીરી “ડી”ગ્રેડની !!!

“તંત્ર અને પ્રજાના પ્રતિનિધિની નિષ્ફળતા થી આયોજનના અભાવે સૌથી વધુ ટેક્સ ધારી મોરબી ગંદકી નગર બન્યું!!!”


લોકો હવે સમજી ગયા છે કે જેમ જેમ ચૂંટણીઓ જે જે પ્રકારની આવતી જતી હોય છે તે તે પ્રકારની મતદાતાઓને નેતાઓ અને સરકારો દ્વારા l લોભ-લાલચ અને ખોટા વચનો આપવામાં આવી રહ્યા હોય છે. આગામી 2024 ની કેન્દ્ર સરકારની ચૂંટણી આવી રહી છે ત્યારે મોદી સરકાર દ્વારા “મારી માટી મારો દેશ” તેમજ “સ્વચ્છતા એ જ સેવા” અભિયાન શરૂ કરેલ છે જેમાં નેતાઓ સ્વચ્છ વિસ્તાર કે સ્વચ્છ રોડમાં એક પણ કચરો ઉપાડ્યા વગર ફોટા પડાવી સ્વચ્છતા એ જ સેવા અભિયાન નો દેખાવ કરી રહ્યા છે ત્યારે મોરબી શહેરમાં પણ સ્વચ્છતા એ જ સેવા અભિયાન અંતર્ગત અનેક કાર્યક્રમો કરવામાં આવ્યા અને આગામી સમયમાં અનેક કાર્યક્રમ યોજવામાં પણ આવશે તેમ છતાં એક સમયનું સૌરાષ્ટ્રનું પેરિસ ગણાતું મોરબી શહેર આજે ગંદકી નગરી તરીકે પ્રખ્યાત થઈ ચૂકી હોય એવું લાગી રહ્યું છે.

મોરબી શહેર જિલ્લામાં વિકાસનું માવઠું સમસ્યા સ્વરૂપે કાયમી રહ્યું હોય તેમ મોટાભાગના લોકો મહેસુસ કરી રહ્યા છે અત્યારે મોરબી નગરપાલિકાની હદમાં આવેલા વોર્ડ નંબર 1 થી 13 માં ઠેર ઠેર ગંદકી કચરાના ગંજ થી લોકોના આરોગ્યને ગંભીર ભય તળે જીવી રહ્યા છે ત્યારે ચૂંટણી વખતે નેતાઓ વિકાસની બુમા બુમ કરી સતત સતા પ્રાપ્ત કર્યા બાદ સમસ્યા એના એ જ રહી છે મોરબીને જિલ્લાનું પ્રમોશન મળ્યા તેને વર્ષો વિતવા આવ્યો છે છતાં જિલ્લા કક્ષાની સુવિધા નો અભાવ મોરબીના લોકો અનુભવી રહ્યા છે. રાજાશાહી વખતમાં સૌરાષ્ટ્રનું પેરિસ ગણાતું અને ઉદ્યોગ ક્ષેત્રે દેશ વિદેશમાં નળીયા, ઘડિયાળ, લાદી થી પ્રખ્યાત મોરબી શહેરમાં ગંદકી સમસ્યા સ્વરૂપે ગાંધીનગર થી દિલ્હી સુધી નેતાઓ જાણે જાનકી ભી અંજાન રહ્યા હોય તેમ મોરબીના મહેન્દ્ર પરા, વાવડી રોડ, ગ્રીન ચોક, શક્તિ પ્લોટ, ગેસ્ટ હાઉસ રોડ, વીસીપરા, રણછોડ નગર, જિલ્લા કક્ષાના નિવાસસ્થાન ની આસપાસ પણ રખડતા ઢોર અને ગંદકીના ગંજ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી સામે જ સ્વચ્છતા નો અભાવ. નગરપાલિકામાં સતત કોંગ્રેસ શાસનકાળ હોય કે ભાજપ શાસનકાળ પ્રજાને સમસ્યા સ્વરૂપે પાલિકાના ચક્કર જ ખાતા રહ્યા છે, પાણીની પુકાર હોય કે વરસાદ અને ગટરના ગંદા પાણી ઘરમાં ઘૂસવા એ સામાન્ય રહ્યા છે ત્યારે ગંદકી કચરાના ગંજ કાયમી જોવા મળતા હોય છે જે તંત્રની નિષ્ક્રિયતાની તસવીર માં દ્રશ્યમાન થાય છે.


ભારત સરકાર દ્વારા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રુલ્સ-૨૦૧૬ નામનો કાયદો બનાવવામાં આવ્યો જે કાયદા અંતર્ગત જાહેરમાં કચરો નાખો તેને ભારત સરકાર દ્વારા ગુનો જાહેર કરવામાં આવ્યો છે ત્યારે મોરબી નગરપાલિકા મોરબી શહેરી વિસ્તારમાં આશરે ૬૦ થી લઈને ૧૦૦ કચરા સ્ટેંડો ખુલ્લામાં બનાવેલા છે જે મોરબી વાસીઓ માટે આરોગ્યને જ પણ જોખમી છે તેમ જ પશુઓને પણ જોખમમાં મૂકી રહ્યા છે તદુપરાંત સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રુલ્સ-૨૦૧૬ નો ખુલ્લેઆમ અનાદર કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે એક તરફ કચરાના નિકાલનું કે કચરો ભેગી કરવા માટે કચરા ટોપલીની વ્યવસ્થા કરવાની જગ્યાએ શહેરમાં મુખ્ય માર્ગો પર ખુલ્લામાં ઉકરડા ઓ બનાવવામાં આવી રહ્યા છે ત્યાં સુધી કે ૨૦૦ મીટર કે સો સો મીટરમાં બેથી ત્રણ ઉકરડાઓ બનાવવામાં આવી રહ્યા છે. જેમ કે તમે જેલ રોડ ઉપર જુઓ તો પોલીસ લાઈન ની બાજુમાં આવેલ વાંકાનેર દરવાજા પાસે, ત્યાંથી થોડે જ આગળ જતા એ ડિવિઝનના દરવાજા સામે ત્યાર બાદ જેલની પાસે અને ત્યાંથી વજેપર બાજુ જતા વાલ્મિકી સમાજના ઘરોની સામે એટલે કે ૨૦૦ મીટરના એરિયામાં ચાર ઉકેડાઓ બનાવવામાં આવ્યા છે આ જ રીતે જોઈએ તો મોરબીના શહેરોના ઘણા ખરા વિસ્તારો ઉકરડા મય બની ગયા છે. સૌરાષ્ટ્રનું એક સમયનું પેરિસ ગણાતું શહેર ઉકરડા નગરી તરીકે ખ્યાતનામ થઈ ચૂકી છે. જોઈએ હવે કે “સ્વચ્છતા એજ સેવા” અભિયાન અંતર્ગત ખરેખર મોરબીને સ્વચ્છ કરવામાં આવે છે કે જનતાના ટેક્સના પૈસા આ અભિયાનમાં વાપરી જનતા ના પૈસાનો સફાયો કરવામાં આવશે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

Back to top button
error: Content is protected !!