DASADAGUJARATSURENDRANAGAR

પાટડી તાલુકાના ખારાઘોડા ગામે રિક્ષા સ્ટેન્ડ પર પેસેન્જર બાબતે બે જૂથો વચ્ચે અથડામણ 

તા.30/08/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

વિડીયો વાયરલ થતા સમગ્ર પાટડી પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

પાટડીના ખારાઘોડામાં બે જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણનો જે વીડિયો વાઈરલ થયો છે એમાં બંને જૂથના લોકો લાકડીઓ લઈ એકબીજા પર હુમલો કરતા જોવા મળી રહ્યા છે ધોળે દિવસે થયેલી બબાલ સમયે ગામના અન્ય લોકો અને મહિલાઓ પણ આસપાસ હાજર જોવા મળી રહી છે પરંતુ, મારામારી એટલી ઉગ્ર હતી કે અન્ય લોકોની નજીક જવાની હિંમત ચાલી ન હતી આ બનાવ અંગે ખારાઘોડાના આઠ શખસો વિરુદ્ધ પાટડી પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી ખારાઘોડા ગામના જલા બાબુ બેલીમેં ખારાઘોડા ગામના જ મુકેશ ઠાકોર, ખોડાભાઈ, બૂટા રમા, લાલા મુંજા અને બેચરભાઈના ત્રણ દીકરા બળદેવ, પુના કાળા વિરુદ્ધ પાટડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે આ અંગે પાટડી પીએસઆઇ ઝેડ એલ ઓડેદરાએ જણાવ્યું હતું કે આ બંને વ્યક્તિ ખારાઘોડા અને પાટડી વચ્ચે સીએનજી રિક્ષા ચલાવવાનું કામ કરે છે જેમાં બંને વચ્ચે પેસેન્જરોને બેસાડવા બાબતે બોલાચાલી થયા બાદ ઉગ્ર ઝગડો થયો હતો જેમાં હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી વ્યક્તિની ફરિયાદના આધારે હાલ આઠેય આરોપીઓની અટક કરી કોરોના ટેસ્ટ કરવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!