GUJARAT

અંકલેશ્વર .E.FIR દ્વારા દાખલ થયેલ ઓપ્પો કંપનીનો મોબાઇલના ગુનામાં એક ઈસમ ને ચોરીના મોબાઇલ સાથે પકડી પાડી અન ડિટેક્ટ ગુનો ડિટેક્ટ કરતી અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ

ગુજરાત સરકારશ્રી દ્વારા નાગરિકોને આપવામાં આવતી ઓનલાઈન સેવાઓમાં વધારો કરી વાહન ચોરી તથા મોબાઈલ ચોરી થયા અંગેની ફરિયાદ કરવા પોલીસ સ્ટેશનમાં જવું ન પડે અને ઘરે બેઠા ફરિયાદ કરી શકાય તે માટે સીટીઝન પોર્ટલ અથવા સિટીઝન ફર્સ્ટ મોબાઈલ મારફતે ફરિયાદ કરવા ઈ એફઆઇઆર ની સુવિધા આપવામાં આવેલ છે જે અન્વયે પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી સાહેબ શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓએ સરકારશ્રીના આ યોજનાનો લાભ લેવા નાગરિકો  દ્વારા વાહન ચોરી કે મોબાઈલ ચોરી અંગે દાખલ કરવામાં આવતી ઈ એફ આઈ આર અન્વયે સૂચના અને માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે ગત તારીખ 30 4 2023 ના રોજ કિરણકુમાર રાજેન્દ્રભાઈ સુર્યવંશી ના ઓ અંકલેશ્વર શહેર ત્રણ રસ્તા શાકમાર્કેટ ખાતે ગયેલ તે વખતે કોઈ ઈસમે ફરિયાદીના પત્નીના ખીસ્સામાંથી એક oppo કંપનીનો મોબાઇલ કિંમત રૂપિયા 10,000 ચોરી ગયેલ હોય તે અંગે કિરણકુમાર ના ઓએ ઇ એફ આઈ આર કરાવેલ હોય જે એફઆઇઆર અંગે ખરાઈ કરી તેના પરથી અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ઈપીકો કલમ 379 મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર એચ વાળા અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન નાઓ એ સર્વેલન્સ સ્ટાફ ને ગુનો ડિટેક્ટ કરવા સૂચના આપેલ જે અનુસંધાને ટેકનિકલ સોર્શ તથા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તપાસ કરતાં સદર ગુનામાં ચોરાયેલ મોબાઈલ અંકલેશ્વર ના નવા પુનગામ ખાતે રહેતો ઈસમ જે ઓનું નામ સુરેશભાઈ ઘેલાભાઈ વસાવા નાઓ ઉપયોગ કરતો હોવાનું જાણવા મળતા તેના ઘરે જય તપાસ કરતા સદર ઈસમ પાસેથી ચોરીમાં ગયેલ ઉપરોક્ત મોબાઇલ મળી આવેલ જેથી આરોપી વિરુદ્ધ કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવેલ છે અને આગળની વધુ તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે પી ચૌહાણ નાઓ ચલાવી રહ્યા છે

રિકવર કરેલ મુદ્દામાલ oppo કંપનીનો મોબાઇલ કિંમત રૂપિયા 10,000

પકડાયેલ આરોપી સુરેશભાઈ ઘેલાભાઈ વસાવા ઉંમર વર્ષ 30 ધંધો નોકરી રહે નવા પુનગામ તાલુકો અંકલેશ્વર જિલ્લો ભરૂચ

રિપોર્ટર. મંગલસિંહ ચૌહાણ વાત્સલ્યમ સમાચાર અંકલેશ્વર

 

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!