RAMESH SAVANI

આ કેવી ધર્મની લાગણી કે જે માનવતા ભૂલવાડી દે?

ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, અમદાવાદની આવૃતિમાં 17 જાન્યુઆરી 2024ના રોજ સમાચાર છે કે “વાલ્મિકી સમુદાયના 32 વર્ષીય શ્રમિક અનિલ સિરેસિયાએ રાણીપ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે 14 જાન્યુઆરી 2024ના રોજ રાત્રે એક પુરુષ અને તેની પત્ની મોટરસાઈકલ પર જઈ રહ્યા હતા ત્યારે એક કૂતરો તેમના રસ્તામાં દોડી આવ્યો, જેના કારણે મારા ઘર પાસે અકસ્માત થયો. હું તેમને મદદ કરવા ગયો અને તેમને નજીકના મંદિરના ઓટલા પર બેસવાનું કહ્યું. જ્યારે હું એમ્બ્યુલન્સને બોલાવી રહ્યો હતો, ત્યારે વિપુલે મને પૂછ્યું કે આ મહિલા મંદિરના ઓટલા પર કેમ બેઠી છે? પછી વિપુલનો મિત્ર હિતેશ ઠાકોર લોખંડની પાઇપ લઈને ત્યાં ધસી આવ્યો હતો. તેણે જાતિવાદી અપશબ્દો ઉચ્ચાર્યા અને મારા માથા પર પાઇપ માર્યો !”
રાણીપ પોલીસે અનિલ સિરેસિયાની FIR, IPC તથા એટ્રોસિટી એક્ટ હેઠળ નોંધી છે.
થોડાં પ્રશ્નો : [1] અકસ્માત થયેલ વ્યક્તિ મંદિરના ઓટલે બેસે તેમાં દલિતને માથામાં પાઈપ મારવાનો? મંદિરનો ઓટલો આખરે શામાટે બનાવેલ હશે? [2] એક તરફ અયોધ્યામાં રામમંદિરમાં 22 જાન્યુઆરી 2024ના રોજ પ્રાણપ્રતિષ્ઠા થવાની છે, તો બીજી તરફ એક ઘાયલ મહિલા મંદિરના ઓટે બેસે એથી હિન્દુઓની લાગણી દૂભાઈ જાય છે અને હિંસક બની જાય છે ! આ કેવી માનસિકતા? [3] આરોપીઓ પણ શૂદ્ર સમુદાયના છે, તેમના મનમાં ઉચ્ચ વર્ણનો દેખાવ કરવાનો અહંકાર કઈ રીતે આવ્યો હશે? શું રામજન્મભૂમિ આંદોલનનો ઉદ્દેશ દેશના શૂદ્રોમાં અફીણી અહંકાર ઠાંસી દેવાનો હતો? [5] આ કેવી ધર્મની લાગણી કે જે માનવતા ભૂલવાડી દે?
NCRB-National Crime Records Bureau ના આંડકા કહે છે કે “2013ની સરખામણીમાં દલિતો સામેના ગુનાઓમાં 2023માં 46.11%નો વધારો થયો ! જ્યારે 2013ની સરખામણીમાં આદિવાસીઓ સામેના ગુનાઓમાં2023માં 48.15%નો વધારો થયો !” આશા રાખીએ કે રામજીની પ્રાણપ્રતિષ્ઠા બાદ દલિતો/ આદિવાસીઓ સામેના ગુનાઓ ઘટે ! અને તેમને માણસ માનવામાં આવે !rs

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!