GUJARATHALOLPANCHMAHAL

રોટરી ક્લબ હાલોલ અને સનસાઈન ગ્લોબલ હોસ્પિટલ વડોદરા ના સંયુક્ત સૌજન્યથી હાલોલ ની કલરવ શાળામાં CPR નો તાલીમી કાર્યક્રમ યોજાયો

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ

તા.૧૭.૧૦.૨૦૨૩

આજના આધુનિક યુગમાં માનવી શારીરિક શ્રમ વિના જે બેઠાડું જીવન જીવે છે અને તેનાથી જે સમસ્યા આવે છે, જેમાં કામ કરતા, હરતા ફરતા અચાનક પડી જવું, હૃદય રોગનો હુમલો આવવો, એ સમયે વ્યક્તિને દવાખાના સુધી પહોંચાડવા માટે તાત્કાલિક પ્રાથમિક સારવાર મળી રહે અને એને નવું જીવન પ્રાપ્ત થાય તે માટે રોટરી ક્લબ હાલોલ અને સનસાઈન ગ્લોબલ હોસ્પિટલ વડોદરા ના સંયુક્ત સૌજન્યથી તારીખ 17/10/2023 ને મંગળવારના રોજ કલરવ શાળામાં CPR એટલે કે કાર્ડિયો પલ્મોનરી રિસુસિટેશન નો તાલીમી કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.જેમાં રોટરી ક્લબ હાલોલ ના પ્રમુખ પ્રદીપભાઈ પરીખ,મંત્રી હાર્દિકભાઈ જોશીપુરા, સનસાઈન ગ્લોબલ ના ડો. અંજલિ ઝાડે,જયકિશનભાઇ, ભાજપ શહેર પ્રમુખ રો. ડૉ. સંજયભાઈ પટેલ અને શાળાના આચાર્ય ડૉ.કલ્પનાબેન જોષીપુરાની ઉપસ્થિતિ માં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ઉપસ્થિત મહેમાન ડૉ. અંજલી ઝાડે એ CPR નો અર્થ સમજાવ્યો કે જેમાં વ્યક્તિનું હૃદય બંધ પડી જાય, વ્યક્તિ બેભાન થઈ જાય ત્યારે કઈ રીતે CPR આપવું તેની પ્રત્યક્ષ સમજણ આપી. તેમજ આશરે ૪૫૦ વિદ્યાર્થીઓ અને ૫૦ શિક્ષકોને જાતે કેમ CPR આપવું તે હ્યુમન બોડી ના સ્ટેચ્યુ સાથે નું ડેમોન્સ્ટ્રેશન આપવામાં આવ્યું હતું.વિદ્યાર્થીઓ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નો ખૂબ જ ઊંડાણ થી સમજાવવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર ડૉ .અંજલી ઝાડે તેમજ અન્ય મહાનુભાવોનો શાળા પરિવાર વતી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!