SINOR

અવાખલ ગામે, શ્રીમદ ભાગવત દશાવતાર કથા આનંદ મહોત્સવ નો ભવ્ય કાર્યક્રમ યોજાયો

ભગવાન ના દશ અવતાર મચ્છા,કોરંભ,વારાહ, નરસિંહ,વામન, પરશુરામ,રામ,કૃષ્ણ ,બુધ્ધ અને નિષ્કલંકી નારાયણ ના જીવન વૃતાંત ની ઝાંખી કરાવતી, શ્રીમદ્ ભાગવત દશાવતાર કથા આનંદ મહોત્સવ નું અવાખલ ગામે સમસ્ત સતપંથ પરિવાર દ્વારા ભવ્ય આયોજન કરાયું છે..આને આ કથાનું સંગીતસભર રસપાન,આ વિસ્તારના યુવા હ્રદયનો ની ધડકન સમા પૂજ્ય મહામંડલેશ્વર સ્વામી શ્રી જનાર્દનહરિજી મહારાજ કરાવી રહ્યા છે..આજે કથા ના ત્રીજા દિવસે શ્રી જનાર્દનહરિજી મહારાજ વ્યાસપીઠ થી કથાનું રસપાન કરાવ્યું હતું…
તારીખ ૧ માર્ચ સુધી ચાલનારી કથા દરમિયાન સવાર-સાજ ની મહાપ્રસાદી માટે,ગામના સતપંથ પરિવારો દાતા બની, સદગુરુ પ્રત્યેની શ્રદ્ધા વ્યક્ત કરી રહ્યા છે.. જેમાં ગામના NRI પરિવારો પણ શ્રધ્ધા પૂર્વક જોડાતાં, સમગ્ર વાતાવરણ માં ભક્તિ મય માહોલ જોવા મળ્યો છે.. આયોજકો દ્વારા સમગ્ર કાનમ પ્રદેશ ના સતપંથ ભક્તો ને પધારી કથા નો લાભ લેવા આહવાન કરાયું છે…
ફૈઝ ખત્રી..શિનોર

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!