BANASKANTHAGUJARATPALANPUR

ફોરણા ગામની માધ્યમિક શાળામાં પૂજ્ય ગુરુ મહારાજનું પ્રવચન અને ઈનામ વિતરણ કરવામાં આવેલ

25 ડિસેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

આગમવિશારદ પરમ પૂજ્ય આચાર્યદેવશ્રી વિજય તપોરત્ન સૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પૂજ્ય ગણિવર્યશ્રી કલ્પરક્ષિત વિજયજી મહારાજ સાહેબ અને પૂજ્ય મુનિરાજશ્રી જ્ઞાનરક્ષિત વિજયજી મહારાજ સાહેબની નિશ્રામાં ફોરણા ગામની માધ્યમિક શાળામાં ભવ્ય પ્રવચન અને ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો. પુજ્ય ગુરુ મહારાજે બાળકોને જણાવ્યું હતું કે માણસનો પોતાનો ધ્યેય નક્કી હોવો જોઈએ. તો તે સુખી બને છે.અત્યારે રમત-ગમત અને વિજ્ઞાન શોધ માટે તો મેડલ આપવામા આવે છે પણ કોઈ સારો માણસ બને તો એનું પણ સન્માન કરવું જોઈએ. આજે વિશ્વમાં સૌથી મોટી સમસ્યા ગરીબી, વસ્તી વધારો કે બેરોજગારી નથી પણ સારા માણસોની અછત છે. શાળાના બાળકો અને ગામના લોકોએ વ્યસનોનો ત્યાગ કર્યો હતો. શાળામાં પૂજ્ય ગુરુ મહારાજનું શાળા પરિવાર વતી અને ગામ લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. શાળામાં ઈનામ વિતરણ કરવામાં આવ્યું અને મેડલિસ્ટ બાળકોનું સન્માન કરવામાં આવ્યું હતું. અંતે દરેક બાળકોએ પૂજ્ય ગુરુમહારાજના આશિર્વાદ લીધા હતા.

Back to top button
error: Content is protected !!