DASADAGUJARATSURENDRANAGAR

પાટડીના માલવણ ટોલટેક્ષ નજીક એરંડાની આડમાં દારૂની હેરાફેરી કરતા બે ઈસમોને ઝડપી લીધા.

તા.07/08/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ વડા ગીરીશ પંડ્યાના માર્ગદર્શન હેઠળ ધ્રાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષક જે ડી પુરોહિતની સુચનાઓ તથા માર્ગદર્શન હેઠળ બજાણા પીએસઆઇ એસ.પી ઝાલા, કિશોરભાઈ પારધી, ભુપતભાઇ, ગોવિંદભાઈ, યશપાલસિંહ, રોહિત કુમાર તથા ભાવેશકુમાર સહિત સ્ટાફ માલવણ ટોલટેક્ષ પાસે વાહન ચેકીંગમા હોય તે સમયે યશપાલસિંહ ધનશ્યામસિંહ રાઠોડ તથા રોહીતકુમારને બાતમી મળેલ કે સફેદ કલરનો બોલેરો પીકઅપ નંબર RJ 04 GB 4212 મા ગેરકાયદેસર પાસ પરમીટ વગર વિદેશી દારૂનો મોટો જથ્થો એરંડા ભરેલ કોથળાની આડમા લાવી માલવણ તરફ આવે છે જે હકિકતના આધારે વોચમા રહી ટોલટેક્ષ પાસે સદરહુ બાતમી વાળી બોલેરો પીકઅપ ગાડી નીકળતા બોલેરો ગાડી ઉભી રખાવતા બોલેરો ચાલક મહેરારામ નિમ્બારામ જાટ અને દયારામ ભૈયારામ જાટ રહે કલજીકી બેડી રાજસ્થાન પોતાના હવાલા વાળી બોલેરો ગાડી ઉભી રાખેલ નહી જેથી ફિલ્મી ઢબે પીછો કરી માલવણ વીરમગામ હાઇવે રોડ ઉપર આવેલ ઉમાસંકુલ પાસે પકડી પાડી સદરહુ બોલેરોમાથી ગેર કાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટનો વદેશી દારૂની મેકડોવેલ્સગ નં.1 ફોર સેલ ઇન પંજાબ ઓનલી ડીલકસ વ્હીસ્કી ઓરીજનલ, 750 મીલીની કાચની કંપની શીલબંધ કુલ બોટલ નંગ 492 બોટલ જેની કી.રૂ.1,84,500 તથા મોબાઇલ નં.2 કી.રૂ.10,000 તથા એરંડાના કોથળા નંગ ૧૦ તથા બોલેરો ગાડી નંબર RJ 04 GB 4212 ની કી.રૂ.2,00,000 મળી કુલ રૂ.3,95,500 ના મુદામાલ સાથે બે ઈસમને પકડી પાડી મજકુર બંન્ને વિરુદ્ધ બજાણા પોલીસ મથકે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!